• Gujarati News
  • કંડલા પાસેથી પકડાયેલો ૧.૨૦ લાખનો કોલસો ચોરાઉ નિકળ્યો

કંડલા પાસેથી પકડાયેલો ૧.૨૦ લાખનો કોલસો ચોરાઉ નિકળ્યો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કંડલા પાસેથી પકડાયેલો ૧.૨૦ લાખનો કોલસો ચોરાઉ નિકળ્યો
ભાસ્કર ન્યૂઝ. ભુજ
કંડલા મરીન પોલીસે ગાંધીધામ જતા રોડ પરથી પકડેલો રૂા.૧.૨૦ લાખનો શંકાસ્પદ કોલસો ચોરીનો હોવાનું ખૂલતાં પોલીસે એ મામલે એફઆઇઆર નોંધી તપાસ આગળ વધારી હતી. ગાંધીધામ-કંડલા રોડ પર હનુમાન મંદિર પાસેથી પસાર થતું અમદાવાદ પાસિંગનું ડમ્પર પકડાયું હતું. અંજારના ચાલક દર્શન પાંચા આહિ‌રની ધરપકડ કરવામાં આવી હતી. રૂા. ૧.૨૦ લાખના કોલસા અંગે કોઇ આધાર બીજા દિવસે પણ એ શખ્સ રજૂ કરી શક્યો નહીં, એટલે પોલીસે સોમવારે ચોરીનો ગુનો દર્જ કરી તપાસ આગળ ધપાવી હતી. ઉલ્લેખનીય છે કે, આ કોલસાનો જથ્થો દર્શને કંડલા પો‌ર્ટમાં આવેલી એ.વી. જોષી કંપનીના પ્લોટ નં. ૪૦માંથી ભર્યો હોવાની રવિવારે કબૂલાત આપી છે.