• Gujarati News
  • એનઆઈએનું પ્રથમ પ્રાદેશિક યુનિટ અમદાવાદમાં શરૂ કરાયું

એનઆઈએનું પ્રથમ પ્રાદેશિક યુનિટ અમદાવાદમાં શરૂ કરાયું

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રશાંત દયાળ. અમદાવાદ
વિવિધ ત્રાસવાદી સંગઠનોની ગુજરાતમાં થઈ રહેલી પ્રવૃત્તીઓ ઉપર નજર રાખવા અને તકેદારીના પગલા લેવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ઉભી કરવામાં આવેલી નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સીએ અમદાવાદમાં પોતાનું એક યુનિટ ઉભુ કર્યું છે. ઉલ્લેખનીય છે કે દિલ્હી અને મુંબઈ ખાતેના એનઆઈએના બે નેશનલ યુનિટ બાદ અમદાવાદમાં શરૂ થયેલું એનઆઈએનું આ યુનિટ દેશનું સૌપ્રથમ પ્રાદેશિક યુનિટ છે. અમદાવાદનું આ યુનિટ મુંબઈના યુનિટ હેઠળ કામગીરી કરશે. અમદાવાદ આવેલા એનઆઈએના અધિકારીઓએ રાજ્ય પોલીસ મહાનિર્દેશકની કચેરીની મુલાકાત લઈ તેમને સાથે કેટલાંક મહત્વના કેસની ચર્ચા વિચારણા કરી હતી. છેલ્લાં એક દસકાથી ગુજરાતમાં જે રીતે ત્રાસવાદી પ્રવૃત્તિઓ શરૂ થઈ છે તેને ધ્યાનમાં લઈ એનઆઈએ દ્વારા અમદાવાદમાં યુનિટ શરૂ કરવામાં આવ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ યુનિટ ગુજરાત સહિ‌ત પ‌શ્ચિ‌મ ભારતમાં થતી ત્રાસવાદીઓની
...અનુસંધાન પાનાનં.૪
પ્રવૃત્તીઓ ઉપર નજર રાખશે.
આ અંગે ડીજીપી કચેરીના અધિકારીએ જણાવ્યા અનુસાર એનઆઈએ કેન્દ્રિ‌ય એજન્સી ઉપરાંત ગુજરાત પોલીસની પણ કેટલીક એજન્સીઓ સાથે સંકલન રાખી કામ કરશે. એનઆઈએ માટે જરૂરી સવલતો કેન્દ્ર સરકાર દ્વારા પુરી પાડવામાં આવી રહી છે. ઉલ્લેખનિય છે કે એનઆઈએની રચના પછી તમામ ત્રાસવાદી હુમલાની તપાસ સ્થાનિક પોલીસને બદલે એનઆઈએ દ્વારા કરવામાં આવે છે.