• Gujarati News
  • માલેગાંવમાં પશુની કતલ અંગે હાઈકો‌ર્ટની લાલ આંખ

માલેગાંવમાં પશુની કતલ અંગે હાઈકો‌ર્ટની લાલ આંખ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. મુંબઈ
માલેગાંવમાંથી એક જ દિવસમાં લગભગ ૧૨૦૦ જેટલાં પશુઓને ગેરકાયદેસર કતલ કરીને નવ ટ્રક ભરીને અને અધિકૃત રીતે કપાયેલાં પશુઓના માંસની ટ્રક નવી મુંબઈ ખાતે પકડવામાં આવી હતી. તે અંગે વડી અદાલતમાં અખિલ ભારત કૃષિ ગોસેવા સંઘ દ્વારા એક ક્રિમિનલ રિટનો ચુકાદો આપતાં ખંડપીઠે આદેશ આપ્યો છે કે માલેગાંવ અને નવી મુંબઈની પોલીસ આ બાબતમાં યોગ્ય પગલાં લઈને ગુનેગારોને તરત પકડે અને સેવાભાવી સંસ્થાઓ પશુરક્ષાનું જે કામ કરે છે તેમાં તેઓને યોગ્ય સહકાર આપવામાં આવે.
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી દ્વારા સ્થપાયેલા અને શ્રી વિનોબા ભાવે દ્વારા આગળ ચલાવવામાં આવેલ શ્રી અખિલ ભારત કૃષિ ગોસેવા સંઘના કેસરીચંદભાઈ મહેતા છેલ્લાં ૩પ વર્ષોથી પશુરક્ષા માટે ઝઝૂમી રહ્યા છે અને તેમણે અત્યાર સુધીમાં લાખો પશુઓને કતલખાને જતાં રસ્તામાંથી પકડીને બચાવ્યાં છે. તેમના દ્વારા કો‌ર્ટમાં હાલ અનેક કેસો પણ ચાલી રહ્યા છે. મુંબઈની વડી અદાલતે પશુરક્ષાના કાયદાઓનું યોગ્ય અમલીકરણ થાય તે માટે એક હાઈ પાવ‌ર્ડ‌ કમિટી બનાવેલી છે. તેના કેસરીચંદભાઈ મેમ્બર હોવા છતાં માલેગાંવ અને નવી મુંબઈના પોલીસ સ્ટેશનમાં આ બાબત પત્રો લખીને માહિ‌તગાર કર્યા હોવા છતાં તેમના તરફથી કોઈ હકારાત્મક પ્રતિસાદ મળતો ન હોવાથી મુંબઈની વડી અદાલતમાં નવ ટ્રક ભરીને જે પશુનું માંસ પકડાયું હતું તેમાં પગલાં લેવા મુંબઈ વડી અદાલતનો આશરો લેવામાં આવ્યો હતો.માલેગાંવમાં હાલમાં પણ રોજનાં ૧૧૦૦ જેટલાં બળદો અને અન્ય પશુઓ ગેરકાયદેસર રીતે કપાય છે પરંતુ પોલીસ ખાતાની રહેમનજર હેઠળ આંખમિચામણા કરવામાં આવે છે અને વારંવાર પોલીસને માહિ‌તીઓ આપવા છતાં કોઈ યોગ્ય પગલાં લેવામાં આવતાં નથી. ઉપરથી આ સંસ્થાના માલુજીને ખોટા કેસમાં ફસાવીને પોલીસે કેટલાય દિવસો સુધી તેમને જેલમાં ગોંધી રાખ્યા હતા. આ બાબતથી વ્યથિત થઈને કમિટીના મેમ્બર તરીકે માલેગાવ અને નવી મુંબઈની પોલીસ સ્ટેશનને પણ અનેક વાર પત્રો લખ્યા હોવા છતાં કોઈ પણ પ્રકારનો જવાબ નહીં મળતાં મુંબઈની વડી અદાલતમાં આ ક્રિમિનલ કેસ દાખલ કરવામાં આવ્યો હતો.સામાન્ય રીતે આવા કેસમાં પકડાયેલા ડ્રાઈવરોના એડ્ેસ કાં તો ખોટા હોય છે.