• Gujarati News
  • અમિતાભ વેપારી હોવાથી કોઈ પણ પક્ષનો પ્રચાર કરી શકે: અબુ આઝમી

અમિતાભ વેપારી હોવાથી કોઈ પણ પક્ષનો પ્રચાર કરી શકે: અબુ આઝમી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. મુંબઈ
બિગ બી અમિતાભ બચ્ચન પાકા વેપારી છે. દેશના પ્રતિષ્ઠિ‌ત અભિનેતા હોવા છતાં તેઓ પૈસા માટે કોઈ પણ પક્ષનો પ્રચાર પ્રસાર કરી શકે છે,’’ એમ સમાજવાદી પક્ષના નેતા અને ધારાસભ્ય અબુ આઝમીએ મનસેના કાર્યક્રમમાં હાજરી અને ગુજરાતના બ્રાન્ડ એમ્બેસેડર બનવાના સંદર્ભમાં અમિતાભ બચ્ચનની ટીકા કરતાં જણાવ્યું હતું. અબુ આઝમીએ જણાવ્યું હતું કે જયા બચ્ચન સમાજવાદી પક્ષનું પ્રતિનિધિત્વ રાજ્યસભામાં કરે છે. પરંતુ અમિતાભે અમારા પક્ષ સાથે સંબંધ તોડીને નરેન્દ્ર મોદી કે રાજ ઠાકરે જેવાઓના મંચ પર જવાનું પસંદ કર્યું છે. અમિતાભ માત્ર વેપારી છે. તેથી તેઓ પૈસા માટે કોઈ પણ વ્યક્તિ, પક્ષ કે તેમના વિચારોનો પ્રચાર કરે છે.’’
કટ્ટર હિ‌ન્દુત્વવાદી નેતા તરીકે નરેન્દ્ર મોદી પર ગુજરાતનાં રમખાણોમાં હજારો મુસલમાનોની કતલ કર્યાનો આરોપ મુકાયો છે. તેથી અમિતાભને ગુજરાત રાજ્યનો પ્રચાર નહીં કરવાનો સમાજવાદી પક્ષે કરેલો અનુરોધ તેમણે ((બિગ બી’એ)) ગણકાર્યો નહોતો.