તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • સોના ઉપર પ્લેટિનમ હાવી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સોના ઉપર પ્લેટિનમ હાવી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેશ ત્રિવેદી . મંદાર દવે . અમદાવાદ
દક્ષિણ આફ્રીકામાં સતત વધી રહેલી માઇનિંગ કોસ્ટ અને મજૂર અશાંતિ કેલેન્ડર વર્ષ ૨૦૧૪માં સોના-ચાંદી અને પ્લેટિનમમાં તેજીનું કારણ બની રહ્યા છે. ચાલુ કેલેન્ડર વર્ષ દરમિયાન અત્યારસુધીમાં ઇન્ટરનેશનલ માર્કેટમાં ઔંશદીઠ સૌથી વધુ ભાવવૃદ્ધિમાં સોનું શિરમોર રહ્યું હોવા છતાં કિંમતની દ્રષ્ટિએ પ્લેટિનમ ફરી એકવાર સોના ઉપર હાવી થઇ રહ્યું છે. પ્લેટિમની કિંમત ફરી એકવાર સોનાની કિંમત કરતાં ૧૦૦ ડોલર ઊંચી થઇ ગઇ છે.
જોકે ભારત સહિ‌તના એશિયાઇ દેશોમાં જ્વેલરી તરીકે સોના-ચાંદીનો દબદબો રહ્યો હોવાના કારણે પ્લેટિનમની ખપત એટલી ઊંચી નથી. પરંતુ ઔદ્યોગિક વપરાશના કારણે પ્લેટિનમની આયાત સતત વધી રહી છે. તેની સામે સોના-ચાંદીની આયાત સતત ઘટી રહી છે. પ્લેટિનમની આયાત જાન્યુઆરીમાં ૧૪૦ ટકા વધી હતી. જ્યારે સોનાની આયાત ૨૦૧૨માં ૧૦૧પ ટનની થઇ હતી. તેની સામે ૨૦૧૩માં માત્ર ૭પ૦ ટનની જ રહી હતી.
ચાલુ કેલેન્ડ વર્ષની શરૂઆતથી અત્યારસુધીમાં ઇન્ટરનેશનલ માર્કેટમાં ઔંશદીઠ સોનાનો ભાવ ૧૦૬ ડોલર, ચાંદીનો ભાવ ૧.૯૦ ડોલર વધ્યો છે. તેની સામે પ્લેટિનમનો ભાવ ૪૪ ડોલર વધ્યો છે. જ્યારે સ્થાનિક બજારમાં ડોલર-રૂપિયાની લડાઇ અને આયાત નિયંત્રણોની લક્ષ્મણ રેખા વચ્ચે અટવાયેલા સોનાના ભાવમાં રૂ. ૧૩પ૦નો વધારો થયો છે. ચાંદીમાં રૂ. ૪૦૦૦નો ઉછાળો જોવા મળ્યો છે.
ઓટોમાં સતત વધતી પ્લેટિનમની માગ
વૈશ્વિક ડિઝલ વર્ઝન કારની ડિમાન્ડ સતત વધી રહી છે. ડિઝલ કારમાં નવા એમિશન કાયદાઓના કારણે વધી રહેલા પ્લેટિનમ વપરાશના કારણે એક અંદાજ એવો સેવાય છે કે, આ સેગમેન્ટની માગ ૨૦૧૩માં ૩૧૩૦ ટનની હતી તે વધીને ૩૪પ૦ ટનની થઇ જવાની શક્યતા હોવાનું લંડન બુલિયન માર્કેટના નિષ્ણાતો જણાવી રહ્યા છે.
વર્ષાન્તે પ્લેટિનમ ૧પપ૦ ડોલર થશે
લંડન બુલિયન માર્કેટ એસોસિયેશનના અંદાજ અનુસાર યુરોપ અને એશિયાઇ દેશોમાં સતત વધી રહેલા વપરાશ સામે દક્ષિણ આફ્રીકામાં પુરવઠો ખોરવાયાની સ્થિતિ જોતાં ચાલુ કેલેન્ડર વર્ષના અંત સુધીમાં પ્લેટિનમ ઔંશદીઠ ૧પપ૦ ડોલર આસપાસ રમતું જોવા મળે તેવી શક્યતા છે.
જોકે એચએસબીસીનો અંદાજ ૧૬૦૦ ડોલર સુધીનો છે. તેના અંદાજ અનુસાર ૨૦૧પમાં પ્લેટિનમ ૧૮પ૦ ડોલર આસપાસ રમતું જોવા મળી શકે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

વધુ વાંચો