• Gujarati News
  • કેન્દ્રે એસ.ટી.ના ડીઝલમાં ૧૨ રૂપિયા વધાર્યા: નાણામંત્રી

કેન્દ્રે એસ.ટી.ના ડીઝલમાં ૧૨ રૂપિયા વધાર્યા: નાણામંત્રી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ: વિધાનસભા ગૃહના લેખાનુદાન સત્રના અંતિમ દિવસે બુધવારે પૂરક માગણીઓ બહુમતીથી મંજૂર કરાઈ હતી. પૂરક માગણીઓની ચર્ચાનો જવાબ આપતાં નાણામંત્રી નીતિન પટેલે વાહનવ્યવહાર નિગમો પાસેથી ડીઝલનો વધુ ભાવ લેવાના કેન્દ્ર સરકારને નિર્ણય પર ટોણો મારતાં કહ્યું હતું કે રાહત મળવાને બદલે વધારાના ૧૨ રૂપિયા ચૂકવવા પડી રહ્યા છે.
પૂરક માગણીઓની ચર્ચા અંગેના જવાબમાં નાણામંત્રીએ કહ્યું હતું કે જથ્થાબંધ ઇંધણ ખરીદનારા એસ.ટી. નિગમ જેવા ગ્રાહકો પાસેથી લિટર દીઠ બજાર કિંમત કરતાં રૂ. ૧૨ વધુ લેવાનો કેન્દ્ર સરકારે નિર્ણય કર્યો છે. પહેલાંના સમયમાં ડીઝલની જથ્થાબંધ ખરીદી કરવા બદલ ઓઇલ કંપનીઓ રાહત આપતી હતી, પરંતુ કેન્દ્ર સરકારના નિર્ણયથી રાહત તો બંધ થઈ પરંતુ લિટરે રૂ. ૧૨નું વધારાનું ચૂકવણું કરવું પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે.