• Gujarati News
  • નર્મદા ડેમ મામલે કોંગ્રેસનો વોકઆઉટૃચ્ ’

નર્મદા ડેમ મામલે કોંગ્રેસનો વોકઆઉટૃચ્/’

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ, ગાંધીનગર
વિધાનસભા ગૃહમાં છેલ્લા દિવસના પ્રસ્તાવમાં નર્મદા ડેમના દરવાજા મૂકવાની મંજૂરી મામલે કેન્દ્ર સરકારને વિનંતી કરવા અંગેની ચર્ચા દરમિયાન આ સમગ્ર પ્રકરણને રાજકીય હેતુથી ચર્ચામાં લાવવામાં આવ્યું હોવાનો અને કેન્દ્ર સરકાર સામે ટીકા કરવામાં આવતી હોવાનો આક્ષેપ કરીને સત્ર સમાપ્ત થવાની ગણતરીની મિનિટો બાકી હતી ત્યારે કોંગ્રેસના તમામ સભ્યોએ વોકઆઉટ કર્યો હતો.
પ્રસ્તાવ દાખલ કરતા પહેલા જ કોંગ્રેસના દંડક બલવંતસિંહ રાજપૂત દ્વારા પોઇન્ટ ઓફ ઓ‌ર્ડ‌ર ઉઠાવીને કેન્દ્ર સરકારની ટીકા ગૃહમાં થઇ શકે નહીં તેથી પ્રસ્તાવ દાખલ નહીં કરવાની માંગણી કરી હતી. જેની સામે મંત્રી નીતિન પટેલે આ મુદ્દે રાજ્યના હિ‌તને વિપરીત અસર થતી હોવાથી આ બાબતની ચર્ચા કરવી જરૂરી હોવાનું જણાવ્યું હતું. અધ્યક્ષ વજુભાઇ વાળાએ રૂલિંગ આપતા કહ્યું હતું કે, આ મુદ્દે ગૃહ નર્મદા ડેમના દરવાજા મૂકવાની મંજૂરી ઝડપથી અપાય તે માટે કેન્દ્ર સરકારને વિનંતી કરે છે તેવો ઠરાવ કરવાનો છે તેથી કેન્દ્ર સરકાર કે કોઇ મંત્રીની ટીકા ન થાય તેનું ખાસ ધ્યાન રાખશો. રૂલિંગ બાદ આ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો અને તેની ચર્ચા દરમિયાન શાસક પક્ષ અને વિપક્ષ દ્વારા એકબીજા સામે આક્ષેપોનો મારો ચલાવાયો હતો. આખરે કોંગ્રેસના સભ્યો ગૃહ છોડીને ચાલ્યા જતાં આ પ્રસ્તાવને તેમની ગેરહાજરીમાં મંજૂર કરવામાં આવ્યો હતો.