તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • સોના ચાંદીમાં ધીમી ગતિએ સુધારો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સોના-ચાંદીમાં ધીમી ગતિએ સુધારો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. રાજકોટ
ભારતીય બુલિયન બજારમાં સ્ટોકિસ્ટ, ટ્રેડ‌ર્સ અને જ્વેલ‌ર્સની મર્યાદિત લેવાલી વચ્ચે કિંમતી ધાતુઓના ભાવ ધીમી ગતિએ વધ્યા હતા. સોનામાં રૂ.પ૦ અને ચાંદીમાં રૂ.૧૦૦નો ભાવવધારો હતો. વિશ્વબજારમાં કિંમતી ધાતુઓમાં નફારૂપી વેચવાલી નીકળતા સુધારો ધોવાયો હતો અને ભાવ ૧૩૩૨ ડોલર નજીક પહોંચ્યા હતા. સ્થાનિકમાં રાજકોટ ખાતે સોનું રૂ.પ૦ વધી રૂ.૩૧,૨૦૦, સોનું બિસ્કિટ રૂ.પ૦૦ વધી રૂ.૩,૧૨,૦૦૦ અને ચાંદી રૂ.૧૦૦ વધી રૂ.૪૭,૮૦૦ થઇ હતી. અમદાવાદ ખાતે સોનું રૂ.૩૧,૦૦૦ અને ચાંદી રૂ.૪૭,૭૦૦ના ભાવે ટકેલું હતું જયારે મુંબઇ ખાતે સોનાના ભાવ રૂ.૨૪ વધી રૂ.૩૦,૭૨૪ અને ચાંદી રૂ.૨૩પ વધી રૂ.૪૮,૦પ૦ની સપાટીએ હતી. નાયમેક્સ ખાતે કોમેક્સ સોનું ૮.૪૦ ડોલર ઘટી ૧૩૩૪.૩૦ ડોલર અને ચાંદી ૨૧ સેન્ટ ઘટી ૨૧.૭૯ ડોલર પ્રતિ ઔંશ થઇ હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

વધુ વાંચો