• Gujarati News
  • આપણી સબમરીનોને જાણે નજર લાગી ગઈ છે

આપણી સબમરીનોને જાણે નજર લાગી ગઈ છે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રત પોતાના ૬૭માં સ્વાતંત્ર્યદિનની ઉજવણીની તૈયારી કરી રહ્યું હતું ત્યારે આપણી સિંધુરક્ષક’ નામની સબમરીનમાં ધડાકો થયો હતો અને તેણે જળસમાધિ લીધી હતી. આ ઘટનાને હજી સાત મહિ‌ના પણ નથી થયા ત્યાં મુંબઇ નજીક સિંધુરત્ન’ નામની સબમરીનમાં અકસ્માત થયો છે, જેમાં બે નૌસૈનિકોના જીવ ગયા છે. નજીકના ભૂતકાળમાં આ ભારતીય નૌકાદળનો દસમો અને સબમરીનનો ત્રીજો અકસ્માત છે. અકસ્માતોની આ પરંપરા જોઇને એવું લાગ્યા વિના નથી રહેતું કે ક્યાં ત્રાસવાદીઓ પેધા પડી ગયા છે, ક્યાં આપણા નૌકાદળનો વહીવટ રેઢિયાળ છે.
ગયા વર્ષની ૧૪મી ઓગસ્ટે મુંબઇના નેવલ ડોકયા‌ર્ડ‌માં લાંગરેલી રશિયન બનાવટની સિંધુરક્ષક’ સબમરીનમાં જબરદસ્ત ધડાકો થયો હતો, જેમાં ૧૮ વ્યક્તિઓના જીવ ગયા હતા. આ સબમરીનની બેટરીનું ચાર્જિંગ ચાલી રહ્યું હતું. જેમાં વધુ પડતી ગરમી પેદા થતાં ત્રણ ધડાકાઓ થયા હતા. બુધવારે સિંધુરત્ન’માં જે અકસ્માત થયો તેમાં પણ બેટરીમાં થયેલું ગળતર જ કારણભૂત હતું. આ ગળતરમાં સાત સૈનિકોને ઝેરી ગેસની અસર થઇ હતી, જેમાંના બેનાં મોત થયાં હતાં. આપણા નૌકાદળનું નસીબ સારું હતું કે સબમરીન બચી ગઇ છે. આ બંને અકસ્માતો માટે બેટરીની ખામી જવાબદાર હોવાથી સબમરીનની બનાવટ બાબતમાં જ ખામી રહી ગઇ હોવાની શંકા બળવત્તર બની છે.
નજીકના જ ભૂતકાળમાં આપણી અન્ય સબમરીનોને બે નાના અકસ્માતો નડી ગયા, જેની કોઇ ગંભીર નોંધ લેવામાં આવી નથી. આ મહિ‌નાના પ્રારંભમાં ઐરાવત’ નામની આપણી સબમરીન જમીન ઉપર ફસડાઇ પડી હતી, જેને પગલે તેના કમાન્ડિંગ ઓફિસરની પદવી ઝૂંટવી લેવામાં આવી હતી. આશરે એક મહિ‌ના પહેલા સિંધુઘોષ’ નામની સબમરીન ઓટના સમયે મુંબઇના બારામાં પ્રવેશ કરતાં લગભગ જમીન ઉપર ફસડાઇ ગઇ હતી.
થોડા સમય પહેલાં આઇએનએસ બેટવા’ નામની આપણી યુદ્ધનૌકાના તળિયે કોઇ સખત પદાર્થ અથડાતાં તેને નુકસાન થયું હતું. આપણું આઇએનએસ કોંકણ’ નામનું યુદ્ધજહાજ વિશાખાપટ્ટનમ ડોકયા‌ર્ડ‌ ખાતે સમારકામ માટે ઊભું હતું. ત્યારે તેમાં આગ ફાટી નીકળી હતી, જેમાં તેના ફર્નિ‌ચરને ભારે નુકસાન થયું હતું. ઇ. સ. ૨૦૧૧ની ૩૧મી જાન્યુઆરીએ ભારતીય નૌકાદળની વિંધ્યગિરિ’નામની ફ્રિગેટ મુંબઇના ડોકયા‌ર્ડ‌માં ડૂબી ગઇ હતી. ઇ. સ. ૨૦૧૦ની ૨૩મી માર્ચે કોસ્ટ ગા‌ર્ડ‌નું વિવેક’ નામનું જહાજ નેવલ યા‌ર્ડ‌માં ઊભું હતું ત્યારે એક સ્ટીમર તેની સાથે અથડાતાં તે ડૂબી ગયું હતું. ઇ. સ. ૨૦૧૦ના ઓગસ્ટમાં મુંબઇના દરિયામાં બે ટેન્કરો વચ્ચે અથડામણ થતાં હજારો લિટર ખનિજ તેલ પાણીમાં ઢોળાઇ ગયું હતું. ભારતીય નૌકાદળની પ‌શ્ચિ‌મી પાંખ અકસ્માતો માટે કુખ્યાત બની ગઇ છે.
કોઇ પણ જહાજમાં અથવા સબમરીનમાં અકસ્માત થાય ત્યારે ત્રણ સંભાવનાઓ ઉપર વિચાર કરવામાં આવે છે. પહેલી સંભાવના ત્રાસવાદીઓ દ્વારા કરવામાં આવેલી ભાંગફોડની હોય છે. મુંબઇના નેવલ ડોકયા‌ર્ડ‌માં જે સુરક્ષાનો બંદોબસ્ત છે એ જોતાં ભાંગફોડની શક્યતા નકારી કાઢવામાં આવે છે. બીજી સંભાવના ઉત્પાદનની ખામીની રહે છે. રશિયન બનાવટની બબ્બે સબમરીનમાં બેટરીના ગળતરને કારણે જે અક્સ્માતો થયા તેને કારણે ઉત્પાદનની ખામીની સંભાવના વધુ જણાય છે. જોકે આ સબમરીનો બનાવતી રશિયન કંપની ઉત્પાદનની કોઇ પણ પ્રકારની ખામીને નકારી કાઢે છે. તેમના કહેવા મુજબ સલામતીનાં ધોરણોના ઉલ્લંઘનને કારણે જ આવી દુઘ્ર્‍ાટનાઓ બને છે. જો રશિયન કંપનીની વાત સાચી હોય તો ભારતીય નૌકાદળે તેના વહીવટમાં તળિયાઝાટક સુધારાઓ કરવાની જરૂર છે.
૧૪મી ઓગસ્ટે જ્યારે સિંધુરક્ષક’ ને અકસ્માત થયો ત્યારે સબમરીનના ભંડકિયામાં રહેલો દારૂગોળો ફટાકડાની જેમ ફૂટવા માંડયો હતો. એટલે સુધી કે સબમરીનમાં રહેલું એક ક્રૂઝ મિસાઇલ પણ હવામાં ફાયર થઇ ગયું હતું. જો તેમાંનું કોઇ મિસાઇલ ઊડીને શહેરના વસતિવાળા વિસ્તારમાં પડયું હોત તો જાનમાલની ભારે ખુવારી થઇ હોત. જોકે ભારતીય નૌકાદળના ઉચ્ચ અધિકારીઓ આજે પણ આ અકસ્માતને એક દુઘ્ર્‍ાટના ગણાવે છે, પણ તેમાં ભારે હથિયારો સાથે કામ પાડવાની આપણા સૈનિકોની અણઆવડત પણ જવાબદાર માનવામાં આવે છે.
રશિયાના સબમરીન નિષ્ણાતો કહે છે કે તેની બેટરીને જ્યારે રિચાર્જ કરવામાં આવતી હોય ત્યારે હાઇડ્રોજન વાયુ પેદા થાય છે, જે અત્યંત જ્વલનશીલ અને વિસ્ફોટક છે. આ વખતે જો જરા જેટલી પણ બેદરકારી દાખવવામાં આવે તો ધડાકાઓ થઇ શકે છે. રશિયન સબમરીનમાં હાઇડ્રોજન બર્નર પણ ગોઠવવામાં આવ્યા છે, પણ તેનો ઉપયોગ યોગ્ય રીતે થવો જરૂરી છે. આ બાબતમાં જરા જેટલી પણ બેદરકારી જીવલેણ સાબિત થઇ શકે છે.
સિંધુરત્ન’ને થયેલો અકસ્માત કેટલો ગંભીર છે તે હકીકત હજી બહાર આવી નથી. ભારત પાસે આજની તારીખમાં કુલ ૧૪ જ સબમરીન છે. તેમાંની અડધા ભાગની સબમરીનો તો સમારકામ હેઠળ જ હોય છે, કારણ કે આપણો સબમરીનોનો કાફલો જૂનો થઇ ગયો છે. આપણે ફ્રાન્સ પાસેથી સ્ર્કોપિ‌યન’ પ્રકારની છ સબમરીનો ખરીદવા માટે કરાર કર્યા છે. આ સોદામાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો થયા છે, જેને કારણે તેનો અમલ ઢીલમાં પડી ગયો છે. અગાઉ ઇ. સ. ૨૦૧૨થી ૨૦૧૬ વચ્ચે ફ્રાંસ આપણને છ સબમરીન આપવાનું હતું. હવે આપણને પહેલી સબમરીન ઇ. સ. ૨૦૧૬ની સાલમાં જ મળી શકે તેમ છે. આ સબમરીનોનું ઉત્પાદન મુંબઇના મઝગાંવ યા‌ર્ડ‌માં થઇ રહ્યું છે.
નૌકાદળની તાકાતની બાબતમાં ભારત ચીન સાથે હોડમાં ઊતરવા માગે છે. આ હેતુ સિદ્ધ કરવા ઇ. સ. ૨૦૩૦ની સાલ સુધીમાં આપણે ૧૦૦ વધુ યુદ્ધજહાજો અને સબમરીનો ખરીદવા ધારીએ છીએ. ભારતનો રૂપિયો જેમ ડૂબી રહ્યો છે તેમ સબમરીનો પણ અકસ્માતનો ભોગ બની રહી છે. આપણા નેતાઓ દેશનો વિચાર કરવાને બદલે પોતાનાં ગજવાઓ ભરવામાં પડયા હોવાથી આપણે હલકી ગુણવત્તા જ મળે છે, જેની આપણે ભારે કિંમત ચૂકવવી પડે છે.
@ જ્ૂખ્#ૂન્.ત્ગ્ચ્ૂ@ૈૂૌખૈ્રૃોૂજ્રૂચ્ર્‍ચ્ગ્ણ્ઘ્.ેગ્ક્