• Gujarati News
  • ~ ૩૦૦૦ અબજના ખાડામાં નાંખતી શરદી

~ ૩૦૦૦ અબજના ખાડામાં નાંખતી શરદી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મેરિકાના પાંચ પાંચ પ્રમુખો જેવા કે ૨૮મા પ્રમુખ વુડ્રોવિલ્સન, ૩૦મી પ્રમુખ કાલ્વીન કુલીજ ૪૨મા પ્રમુખ બીલ કલીન્ટન અને ૩પમાં પ્રમુખ જહોન કેનેડી અને ૨૬માં પ્રમુખ થોઓડોર રૂઝવેલ્ટ તેમ જ ક્રિકેટર મહેન્દ્રસિંઘ ધોની, સોનિયા ગાંધી અને મહાન પ્રકાશક જોસેફ પુલીત્ઝર જેના નામનું સાહિ‌ત્યનું ઈનામ ચાલે છે, તે તમામ ધૂંરધરો વચ્ચે શું સામ્ય છે? તે તમામને જૂની શરદી છે અને ઘણાનાં ખિસ્સામાં ત્રણથી ચાર રૂમાલ કે અવનવી ટીકડી અને ઘણાં શ્વાસ લેવાની દવા રાખવી પડે છે.
આ શિયાળો ચાલે છે ત્યારે આ શરદી, સળેખમ અને શ્લેષમ-તરીકે ઓળખાતી અંગ્રેજી ભાષાની કોમન કોલ્ડ ભલે કોમન કોલ્ડ કહેવાતી હોય પણ જગતભરમાં દેખીતી રીતે ફાર્મસીની દવાનો ખર્ચ વલ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના કહેવા પ્રમાણે પચાસ અબજ ડોલર અગર તો રૂ. ૩૦૦૦ અબજ કે રૂ. ૩૨૦૦ અબજ થાય છે. પણ બીજા દેશી ઉપચારો જે એલોપેથિક ઉપચારો કરતાં મોંઘા છે તેનો બીજો રૂ. ૩૨૦૦ અબજનો ખર્ચ શરદી માટે થાય છે. મુંબઈ-મલાડના એક આયુર્વેદના વૈદે પોતાની બ્રાન્ડેડ કફ-શરદીની મીઠી દવા વારેઘડીયે ઘૂંટડા ભરવાની દવા ભારત કરતાં વિદેશમાં વેચીને તે અબજપતિ થઈ ગયા છે.
વચ્ચે હું જલદીથી લખી દઉં કે હું ઉરૂલીકાંચનના નિસર્ગોપચાર આશ્રમમાં ૧૯પ૩થી ઘણાં વર્ષો પરિચિત છું ત્યાં ૨૦થી ૩૦ ટકા દર્દી મુંબઈથી આવતાં તે શરદીના આવતા અને એક ખોટી માન્યતા હતી જે આજેય છે કે કીસ કરવાથી શરદીનો ચેપ ચોંટે છે. આ વાત લંડનના ડેઈલીમેઈલે પણ ૩૦-૧-૧૪ના આંકમાં લખી છે તે સરાસર જૂઠ છે. તમારા પ્રેમી કે પ્રેમિકાને શરદી થઈ હોય તો પણ બેધડક કીસ કરજો. કીસ ચોંટતી નથી’’ ઊલટાની દવા બને છે!!! સાથે એટલું કરજો કે તમે બન્ને તુલસી, આદું અને મધનો ઉકાળો સવારે ચા-કોફી પીતા પહેલાં પી લેજો. સાંજે દહીં છાશ ખાવાનું બંધ કરજો. તમે જો જુદા ડોક્ટરોથી માંડીને શરદી માટે કોમ્પ્યૂટરોને કન્સલ્ટ’ કરો તો અવનવી વાતો કહેશે. બી.બી.સી. કહે છે કે શરદી કે કોમનકોલ્ડ એ રોગ જ નથી. વીકીપીડિયા કહે છે કે શરદીનો કોઈ ઈલાજ જ નથી!
જેમ મુંબઈનો વૈદ માત્ર શરદીની સિરપના સ્વાદવાળી દવામાં અબજપતિ થઈ ગયો તેમ વિદેશમાં શરદીની દવા ટેમીફતુ તેમ જ બીજી ૮૦૦ જાતની દવા જગતભરમાં વેચાય છે તેના મોટાભાગના નિર્માતા જેટલી એડવ‌ર્ટાઈઝમેન્ટના ખર્ચ કરે તેટલો જ બીજો ૧૦ ગણો નફો શરદીની દવામાંથી મળે છે. વૈદની માફક જેનીફર એકરમેન નામની ન્યૂયોર્કટાઈમ્સ અને ન્યૂયોર્કર’’નામના મેગેઝિનની પત્રકાર જેનીફર એકરમેન, આહ છૂ... છૂ.- ધ અનકોમન લાઈફ ઓફ યોર કોમન કોલડ’’ લખીને અબજપતિ થવાના પંથે છે.
જેનીફર એકરમેનની એક વાત મને પસંદ પડી છે કે તેણે કહ્યું છે કે ઝેરોક્સ મશીન, કમ્પ્યૂટર અને તમારી કાર તમે કોઈ બીજાને ચલાવવા ન દેશો. ઉપરાંત શિયાળામાં તો રાત લાંબી હોય એટલે તમારે વધુ સૂવું જોઈએ તેને બદલે કમ્પ્યૂટર, ટી.વી. કે ફિલ્મને વળગી રહો કે ભજનો સાભળવાં જાઓ તો ઓછી ઊંઘ અને થાક થકી, શરદી વકરે છે!
આપણા ભારતમાં તો શરદી, સળેખમ કે ખોખડિયું કે કોમનકોલ્ડ રામભરોસે છે અને ઘણા લોકો અનેક દેશી ઉપચારો કરે છે. તેમાં લસણની ચટણી પણ આરોગે છે પણ નિસર્ગોપચારની દૃષ્ટિએ લસણ જરૂર શરદીનો ઈલાજ છે પણ સૌપ્રથમ તળેલી ચીજો અને સવારના જંકફૂડના નાસ્તા બંધ કરીને-ખાસ કરીને ચામાં બ્રેડ કે ટોસ્ટ બોળી જબોળીને ખાવાની કઠિયાવાડી રીતને તિલાંજલિ આપવી જોઈએ. આજે શહેરોમાં મચ્છર વધ્યા છે. તેમ તેમ તેને છાંટવાની ફલીટ નામની દવા કે ચાંપ દબાવીને ફુવારો છોડવાની સુગંધી દવા કે મચ્છરની અગરબત્તી તમારી શરદી અને હાક-છીને વકરાવે છે. સૌથી સસ્તો ઈલાજ છે કે તમને પ૦ની ઉંમર ઉપર હોય તો તમને અને નાના બાળકને શરદી થવાના ચાન્સ વધુ હોય છે તેથી તમે અગાશી ઉપર સૂર્યસ્નાન કરવા ચાલ્યા જાઓ અને બની શકે તો તલના તેલની માલીશ કરો. તમારી જાતે માલીશ કરો. એલોપેથિક દવા હરગીઝ ન લો.
શરદીનો તમારી દૃષ્ટિએ શું ઈલાજ છે’’? એમ મને કોઈ પૂછે તો સસ્તામાં સસ્તી આયુર્વેદની દવા જે અકસીર પુરવાર થઈ હોય તે પીવી પણ પણ એલોપેથિની કોઈ પણ ટીકડી મફતમાં શું પણ ટીકડી ખાવા દીઠ કોઈ રૂ. ૧૦૦૦ આપે તો ય એલોપેથિની ટીકડી કે સીરપ ન પીવા. અગર એક જ લીટીમાં કહું તો શરદી થાય તો શરદીને ભૂલી જવી અને જલસાથી જીવવું. માત્ર શરદી થઈ હોય કે ન થઈ હોય તેના વિષે ખૂબ ખૂબ ઈન્ટરેસ્ટિંગ સાહિ‌ત્ય લખાયું છે કે વાંચીને લીલા કાંદા અને ગાંઠિયાનો કાઠિયાવાડી નાસ્તો કરી લેવો અને શરદીને હરગીઝ ગાંઠવું નહીં અને નીચેની શરદી વિષેની ઈન્ટરેસ્ટિંગ વાતો વાંચવી. શરદીને કહેવું તારી તો ઐસી તૈસી’’((૧)) અમેરિકન બાળકોને માતાઓ શરદી થાય તેને ઘરે ગોંધી રાખે છે અને તેથી દરવર્ષે બાળકોને મજા થઈ જાય છે. શરદી થઈ છે’’ એવું બહાનું કાઢી અમેરિકન કર્મચારી કે કામદાર રજા લે છે તેને કારણે અમેરિકન અર્થતંત્રને ૨૦ અબજ ડોલરનું નુકસાન થાય છે.
((૨)) બેન્જોનાટેટ, નોમરાપોન, કોલેન, ટેફલોન વગેરે બ્રાન્ડની દવાઓ શરદીને મટાડતી નથી. ઊલટાની તમારી કિડની અને લીવરને બગાડે છે.
((૩)) નોવાર્ટિ‌સ નામની દવા કંપની અને તેનું બ્રાન્ડનેમ તમે સાંભળ્યું છે. તે કંપની ૧૪૦ દેશોમાં છે અને ૧૧પ૦૦૦ કર્મચારી રોકે છે અને તે માત્ર બ્રાન્ડનેમવાળા તેમની ખાસ તો શરદીની ૪૦૦ કરોડ ડોલરથી દવા વેચે છે.
((૪)) જેનીફર એકરમેન તેના આહ છૂ... છૂ’’નામના પુસ્તકમાં લખે છે કે અમેરિકન વિજ્ઞાનીઓ કહે છે કે આ જમાનો કોમનકોલ્ડનો ગોલ્ડન જમાનો છે કારણકે દર વર્ષે અમેરિકનોને ૧ અબજ વખત શરદી થાય છે. ઉરૂલી કાચનમાં ડો. શરણ પ્રસાદે પ્રયોગ કરી બતાવ્યો છે.
((પ)) છેલ્લે મહાન જર્મન ફિલસૂફ નિત્સેએ શરદીની ભયંકર ઠેકડી ઉડાડીને કહ્યું છે.’’ જે સ્ત્રીએ અતિ સુંદર વસ્ત્રો પર્હેયાં હોય અને તેને શરદી થાય તો હું તેને કિસ કરીને મટાડી દઉં’’!