તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • @આ થ‌ર્ડ‌ ફ્રન્ટ નથી,પરંતુ ફર્સ્ટ ફ્રન્ટ છે: શરદ યાદવ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

@આ થ‌ર્ડ‌ ફ્રન્ટ નથી,પરંતુ ફર્સ્ટ ફ્રન્ટ છે: શરદ યાદવ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજન્સી. નવી દિલ્હી
ભાજપ-કોંગ્રેસને એક જ સિક્કાની બે બાજુઓ ગણાવતા ૧૧ પક્ષોએ હાથ મિલાવીને ત્રીજો મોરચો બનાવ્યો છે. મંગળવારે તેની ઔપચારિક જાહેરાત કરવામાં આવી હતી. આ પક્ષો સાથે મળીને લોકસભાની ચૂંટણી લડશે પરંતુ વડાપ્રધાન પદ માટે કોઈ ઉમેદવારની જાહેરાત નહીં કરે.
ત્રીજા મોરચામાં ચાર ડાબેરી પક્ષો ઉપરાંત સપા, જેડીયુ, જેડીએસ, અન્નાદ્રમુક, બીજેડી અને એજીપી શામેલ છે. મંગળવારે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં બીજેડી અને એજીપીના પ્રતિનિધિ ઉપસ્થિત નહોતા. સીપીએમના મહામંત્રી પ્રકાશ કરાતે આ અંગે કહ્યું હતું કે, બીજેડી પ્રમુખ નવીન પટનાયકનો કાર્યક્રમ પહેલાથી નક્કી હતો. જ્યારે એજીપીના પ્રમુખ પ્રફુલ્લ મહંતના માતાની તબિયત નાદુરસ્ત હોવાથી તેઓ આવી શક્યા નથી. પરંતુ બંને પક્ષો અમારી સાથે જ છે. કોન્ફરન્સમાં પહેલા ઘટકદળોના મુલાયમસિંહ યાદવ, નીતિશકુમાર, એચડી દેવગૌડા, પ્રકાશ કરાત, એબી બર્ધન, સીતારામ યેચુરી, એમ. થબીદુરઈ સહિ‌ત અન્ય નેતાઓની બેઠક યોજાઈ હતી. બેઠક બાદ સંયુક્ત ઘોષણાપત્ર જાહેર કરવામાં આવ્યું હતું. સંયુક્ત નિવેદનમાં ત્રીજા મોરચાને એનડીએ અને યુપીએ કરતા બહેતર ગણાવાયો હતો. એવું પણ કહેવાયું હતું કે કોંગ્રેસ અને ભાજપ જોડિયા ભાઈ છે.બેઠક બાદ જવાબમાં સપાના પ્રમુખ મુલાયમસિંહે કહ્યું હતું કે વડાપ્રધાન પદના ઉમેદવાર અંગે કોઈપણ નિર્ણય ચૂંટણી પછી લેવાશે. બિહારના નીતિશકુમારે કહ્યું હતું કે આ મોરચાને બહુમતી મળે કે ન મળે પરંતુ કોંગ્રેસ અને ભાજપ સાથે કોઈ સમજૂતી નહીં કરાય.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

વધુ વાંચો