• Gujarati News
  • મોટી નાગલપરમાં ઘરમાંથી ક્રિકેટ સટ્ટાનું રેકેટ ઝડપાયું : ચાર જબ્બેસ્થાનિક પોલીસને અંધારાંમાં ર

મોટી નાગલપરમાં ઘરમાંથી ક્રિકેટ સટ્ટાનું રેકેટ ઝડપાયું : ચાર જબ્બેસ્થાનિક પોલીસને અંધારાંમાં રાખી એલસીબીની કાર્યવાહી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોલીસે સ્થળ પરથી ૧.૧૮ લાખની રોકડ, ૨૦ મોબાઇલ, લેપટોપ, વોઇસ રેકો‌ર્ડ‌ર, કાર અને ટીવી સહિ‌ત કુલ ૮.૬૮ લાખનો મુદ્દામાલ કર્યો કબજે
ભાસ્કર ન્યૂઝ.ગાંધીધામ
અંજાર પોલીસને ઊંઘતી રાખી પૂર્વ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચે મધરાતેના નાગલપર ગામે એક ભાડાંના મકાનમાં ચાલતા ક્રિકેટ સટ્ટા પર દરોડો પાડી ચાર શખ્સને ઝડપી લીધા હતા, જેની પાસેથી પોલીસે ૧.૧૮ લાખની રોકડ સહિ‌ત કુલ ૮.૬૮ લાખનો મુદ્ામાલ ઝડપી પાડયો હતો. આ પ્રકરણમાં જો તટસ્થ તપાસ થાય, તો કચ્છભરમાં વ્યાપેલા સટ્ટાના નેટવર્કનો પર્દાફાશ થાય તેવી સૂત્રોએ શક્યતા વ્યક્ત કરી છે. અંજાર તાલુકાના મોટી નાગલપર ગામે આવેલાં ઓમનગરમાં એક ભાડાંના મકાનમાં ક્રિકેટનો સટ્ટો રમાતો હોવાની લોકલ ક્રાઇમ બ્રાન્ચને માહિ‌તી મળી હતી, જેના આધારે મધરાતે ૧૨:૩૦ વાગ્યાના અરસામાં એલસીબીની ટીમ નિયત સ્થળે પહોંચી હતી અને આસપાસના વિસ્તારમાં ચેકિંગ કાર્યવાહી કરતાં મકાન નં. ૪૬માં લાઇટો ઝળહળતી
...અનુસંધાન પાના નં. ૬
દેખાઇ હતી, જેથી પોલીસને શંકા ગઇ હતી અને અંદર તપાસ કરવા જતાં કોલકાતા નાઇટ રાઇડ‌ર્સ અને સનરાઇઝ‌ર્સ હૈદરાબાદની આઇપીએલ ક્રિકેટ મેચ પર સટ્ટો રમાતો હોવાનું ખૂલ્યું હતું, જેથી પોલીસે તમામની ૧,૧૮,૧૨૦ની રોકડ, ૨૧ હજારની કિંમતના ૨૦ મોબાઇલ, વોઇસ રેકો‌ર્ડ‌ર, લેપટોપ, પ્રિન્ટર, ટીવી, ટેબલ-ખુરશી, ૭ લાખની એક કાર મળી કુલ ૮,૬૮,૬૨૦નો મુદ્ામાલ કબજે કર્યો હતો. પકડાયેલા આરોપીમાં નિલેશ સોરઠિયા, દિલીપસિંહ ચંદારાણા, કલ્પેશ ગોસ્વામી, હરિલાલ સોરઠિયાનો સમાવેશ થાય છે. પોલીસે તમામની ધરપકડ કરી અંજાર પોલીસને હવાલે કર્યા હતા, જેનો બીજા દિવસે જામીન પર છુટકારો થયો હતો. આ રેડમાં પીએસઆઇ આર.કે. ધૂળિયા, કિરીટસિંહ ઝાલા, રમેશ મેણિયા, સુરેન્દ્રસિંહ જાડેજા અને બલભદ્રસિંહ સહિ‌તનો સ્ટાફ જોડાયો હતો.