• Gujarati News
  • ત્રણ તબક્કા પછી બિહારનું ચૂંટણી ચિત્ર સ્પષ્ટૃચ્ ’

ત્રણ તબક્કા પછી બિહારનું ચૂંટણી ચિત્ર સ્પષ્ટૃચ્/’

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બિહારમાં ત્રણ તબક્કામાં ૨૦ બેઠકો પર મતદાન થયા બાદ ચૂંટણીનું ચિત્ર એકંદરે સ્પષ્ટ થઈ ગયું છે. ૨૦ બેઠકો પર હજી મતદાન થવાનું બાકી છે. બિહાર આ વખતે બાહુબળ, જાતિવાદ, છદ્મ વિકાસની સાથે અનેક નિર્ણયો કરશે. કહેવામાં આવે છે કે જાતિવાદનું કા‌ર્ડ‌ ચાલ્યું તો લાલુ પ્રસાદ યાદવને ફાયદો થશે અને લહેર ચાલશે તો નરેન્દ્ર મોદીને લાભ થશે. ભાજપનું સ્થાનિક એકમ સંપૂર્ણ રીતે નમો પર વિશ્વાસ ધરાવે છે. પક્ષ પાસે આ સિવાય બતાવવા માટે કશું જ નથી. બીજી બાજુ લાલુએ એમવાય સમીકરણને પાટા પર લાવવાનો જોરદાર પ્રયત્ન કર્યો છે તો નીતિશ કુમારના પક્ષ જદ-યુ અહીં મતો માટે ધ્રુવીકરણમાં ફસાયેલો જોવા મળે છે.
આ ચૂંટણીમાં લાલુ એક મોટી અિગ્નપરીક્ષામાંથી પસાર થઈ રહ્યા છે. તેમણે પક્ષની સાથે પોતાના જૂથની ચિંતા છે તો સાથ છોડીને અન્ય દળમાં જઈને પક્ષની સામે ઊભા રહેલા રામવિલાસ પાસવાનના પક્ષ લોજપ સાથે હિ‌સાબ ચૂકવવાનો પણ પડકાર ઊભો છે. પ્રદેશની ૨૦ બેઠકો પર અત્યાર સુધીમાં થયેલા મતદાનમાં ભાજપને ફાયદો થતો હોવાનું જોવા મળી રહ્યું છે.
દરમિયાનમાં બાબા રામદેવે રાહુલ અંગે દલિત વિરોધી ટીપ્પણીની આકરી ટીકા થઈ રહી છે. આ નિવેદને ચોક્કસ ભાજપને મોટું નુકસાન કર્યું છે. કોંગ્રેસે બધા જ જિલ્લા મુખ્યાલયો સુધી આ નિવેદન પહોંચાડી દીધુ છે. ભાજપના ગિરિરાજ સિંહના નિવેદને ભાજપને સીધું નુકસાન ભલે ન પહોંચાડયું હોય, પરંતુ તેણે ભાગલપુર જેવી બેઠક પર મુશ્કેલી વધારી દીધી છે, જ્યાં પક્ષની ટિકિટ પર શાહનવાઝ હુસૈન મુસ્લિમ ચહેરા તરીકે ચૂંટણી લડી રહ્યા છે. છઠ્ઠા તબક્કામાં થઈ રહેલા મતદાનમાં બિહારના મતદાનનો અંતિમ તબક્કો ૧૨મી મેએ છે. રાજકીય નિરીક્ષકોનું કહેવું છે કે પહેલી વખત છ તબક્કામાં થઈ રહેલી ચૂંટણીમાં ભાજપને જ ફાયદો થશે. પક્ષે એક વ્યૂહરચના હેઠળ પ્રચાર કર્યો જેનાથી નમોનું નામ રાજ્યના અંતિમ છેડા સુધી પહોંચવાનો સમય મળ્યો. બિહારમાં બધા પક્ષ પહેલી વખત ત્રિકોણીય સ્પર્ધાનો સામનો કરી રહ્યા છે. અત્યાર સુધી અહીં કોંગ્રેસ-રાજદ-લોજપ અને ભાજપ-જદ-યુ ગઠબંધન સામ-સામે રહેતા હતા. આ વખતે જદ-યુથી અલગ થયા બાદ ભાજપે લોજપનો સાથ લઈને પોતાનો અલગ માર્ગ પસંદ કર્યો છે તો પહેલી વખત ૩૮ બેઠકો પર જદ-યુ અને ૩૦ બેઠકો પર ભાજપ ચૂંટણી લડી રહ્યા છે. હકીકત તો એ છે કે આ પક્ષો પાસે લડવા માટે શક્તિશાળી ઉમેદવારો જ નહોતા, પરંતુ બંને પક્ષોએ જોડ-તોડ અને અન્ય પક્ષોમાંથી આવેલા નેતાઓને ઉતારીને ઉમેદવારોની ખામી પૂરી કરી હતી.રાજ્યના ચૂંટણી મેદાનથી મળી રહેલા અહેવાલ મુજબ ભાજપને વધુ બેઠકો મળવાની શક્યતા છે. લાલુનું એમવાય સમીકરણ ચાલ્યું તો રાજદને પણ લાભ થશે. સૌથી મોટું નુકસાન જદ-યુને થતું હોવાનું જણાય છે. કોંગ્રેસ રાજદના પ્રદર્શનમાં પોતાનું ભવિષ્ય જોઈ રહી છે. એટલું તો નિ‌શ્ચિ‌ત છે જે કંઈ થઈ રહ્યું છે તે બિહારમાં પહેલી વખત થશે, જેની કદાચ કોઈને આશા નહીં હોય.
((લેખક નેશનલ સેટેલાઈટ એડિટર છે.))
ગ્ક્ર્‍ૂણ્ચ્@ૈૂૌખૈ્રૃોૂજ્રૂચ્ર્‍ચ્ગ્ણ્ઘ્.ેગ્ક્