• Gujarati News
  • આચારસંહિ‌તાભંગની ફરિયાદ પીએસઆઇને નડી?

આચારસંહિ‌તાભંગની ફરિયાદ પીએસઆઇને નડી?

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણમાં રાજકારણી સાથે ડખો થતાં પીએસઆઇ અલ્કેશ પટેલની ટ્રાન્સફર નક્કી જ હતી, તે અરસામાં રાપરમાં બાળા પર દુષ્કર્મની ઘટના થઇ હતી, જેને પગલે બો‌ર્ડ‌ર રેન્જના ડીઆઇજીએ પીએસઆઇ પટેલની રાપરમાં બદલી કરી હતી. જે-તે વખતે રાપરના તત્કાલીન ધારાસભ્ય વાઘજીભાઇ પટેલે પણ તેમની ભલામણ કરી હતી. અહીં તેમની કામગીરી શરૂઆતથી જ વિવાદમાં રહી હતી. ત્યાર બાદ તાજેતરમાં રાપરમાં દારૂની રેડમાં બૂટલેગરને પકડવા જતાં અન્ય કોઇ વ્યક્તિના ઘરના ફળિયામાં પોલીસ ઘૂસી જતાં વિવાદ થયો હતો. આટલું ઓછું હોય તેમ નીલપરમાં મંજૂરી વિના જાહેરસભા સંબોધવા બદલ રાપરની પેટાચૂંટણીના ભાજપના ઉમેદવાર તથા કચ્છ ભાજપના પ્રમુખ પંકજ મહેતા સામે પીએસઆઇ અલ્કેશ પટેલે જ ફરિયાદ દાખલ કરી હતી. માત્ર એટલું જ નહીં, પરંતુ સબ ઇન્સ્પેક્ટર અલ્કેશ પટેલના રિપો‌ર્ટને આધારે બે હેડ કોન્સ્ટેબલ પણ સસ્પેન્ડ થઇ ચૂક્યા છે. રાપરની સબ જેલમાં ઓચિંતું ચેકિંગ કરવા ગયેલા પીએસઆઇ પટેલે મામલતદારની પૂર્વ મંજૂરી પણ ન લીધી હોવાનું બહાર આવ્યું હતું. આમ, એક પછી એક વિવાદને પગલે તેમની બદલી નક્કી જ હતી.