• Gujarati News
  • કાનપુરમાં જોશી પોતાના કરતાં વધુ મોદીના ભરોસેૃચ્ ’

કાનપુરમાં જોશી પોતાના કરતાં વધુ મોદીના ભરોસેૃચ્/’

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શરદ ગુપ્તા . કાનપુર
કાનપુરમાં ભાજપના ઉમેદવાર જાહેર થયા બાદ ડો. મુરલી મનોહર જોશીએ પોતાની પ્રથમ જનસભામાં સ્પષ્ટ કહ્યું હતું કે તૂટેલી ગટરો, ખરાબ રસ્તા, વીજળી અને પાણીની પ્રાપ્યતા જેવા મુદ્દાઓ વિશે મહેરબાની કરીને મને ન કહેશો. તે અંગે તમારે તમારા સ્થાનિક ધારાસભ્ય, ર્કોપોરેટર કે મેયરનો સંપર્ક કરજો. મને તમે માત્ર એવા મુદ્દા અંગે જ કહેજો કે જેનું સમાધાન માત્ર સંસદમાં થઈ શકતું હોય.
લોકોએ મોં મચકોડયાં અને ભાજપને ભાંડી પણ ખરી કે આવો કેવો ઉમેદવાર કાનપુરમાં મોકલી દીધો છે. આ જ ભાવના અને ઊંડાણ સાથે ડો. જોશીએ તેમનો પ્રચાર શરૂ કર્યો છે. તેઓ રોજ સવારે નહાઈ-ધોઈને ઇસ્ત્રીટાઇટ ધોતી અને ઝભ્ભામાં સ્વરૂપનગર ખાતે આવેલા કાર્યાલયમાં બેસી જાય છે. તેમને મળવા આવેલા લોકોને સુરક્ષાકર્મીઓ એક પછી એક રૂમમાં મોકલે છે. લોકો તેમને પગે લાગીને બહાર નીકળી જાય છે જોશી એક શબ્દ નથી બોલતા. કાર્યકર્તાઓમાં ઉદાસીનતાને કારણે જોશીએ એક ગજબનું કામ કર્યું છે.એવાં પોસ્ટર છપાવીને ખૂણે-ખૂણે લગાવી દીધાં છે કે જેમાં તેઓ મોદીને ગળે મળી રહ્યા છે. વ્યવહારમાં નરમાશ છે, ગુસ્સો પૂરો તો નથી થયો પણ ઓછો જરૂર થયો છે. જુહી નિવાસી પ્રાધાધ્યાક રામકુમાર શુક્લા કહે છે કે હાલત એવી છે કે લોકો મનમાંને મનમાં જોશીને ભાંડી રહ્યા છે પરંતુ વોટ પણ આપશે, જોશીને નહીં પણ મોદીને. સાડા ત્રણ લાખ બ્રા?ણ મતદારોને કારણે કાનપુર બ્રા?ણોનો ગઢ માનવામાં આવે છે. વારાણસીની ટિકિટ કાપીને જ્યારે તેમને કાનપુર મોકલ્યા હતા તો તેઓ ખૂબ જ નારાજ થયા હતા પણ તેઓ અહીં બનારસ કરતાં વધુ સારી હાલતમાં છે. તેમની સામે કોંગ્રેસના કોલસાપ્રધન શ્રીપ્રકાશ જયસ્વાલ છે. ગત બે ટર્મથી સતત જીત મેળવનારા જયસ્વાલને લઘુમતીઓના ત્રણ લાખ કરતાં વધારે એકતરફી મતોનો અને લોકો સાથે પ્રત્યક્ષ રીતે જોડાવાનો લાભ થશે. લોખંડના જથ્થાબંધ વેપારી સુરેશ ગુપ્તા કહે છે કે તેઓ અડધા કાનપુરને નામજોગ ઓળખે છે. અઠવાડિયામાં બે દિવસ અહીં જ રહે છે. દરેક માણસની શક્ય હોય તેટલી મદદ કરે છે. ડીએમથી માંડીને વડાપ્રધાન સુધી લોકોની ભલામણ કરે છે. મજાની વાત એ છે કે કોલગેટ આખા દેશમાં મુદ્દો હશે પણ કાનપુરમાં નથી! જોશીની ભરપૂર કોશિશ છતાં પણ તેમનાં દરેક પોસ્ટર ઉપર લખ્યું છે કે ન દાગી હૈ ન દોષી હૈ, સબ સે અચ્છે જોશી હૈ’. તો તેની સામે જયસ્વાલ દરેક સભામાં કહે છે કે હું પડકાર ફેંકું છું કે મને એક પણ પૈસાનો લાભ થયો હોવાનું કોઈ સાબિત કરી દેશે તો હું રાજકારણ છોડી દઇશ.