• Gujarati News
  • સૂરજબારીથી ૮૨ હજારનો કોલસો પકડયો

સૂરજબારીથી ૮૨ હજારનો કોલસો પકડયો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. ગાંધીધામ
બન્ની વિસ્તારમાંથી કોલસો ભરીને એક ટ્રક મોરબી તરફ જઇ રહ્યાની ભચાઉ વનવિભાગને મળેલી બાતમીને આધારે વહેલી સવારથી જ સામખિયાળી પોલીસ સાથે વોચ ગોઠવી દીધી હતી, ત્યારે ટ્રકને અટકાવતાં જ ચાલકે વાહન ભગાવી મૂકતાં ફિલ્મીઢબે પીછો કરવામાં આવ્યો હતો અને સૂરજબારી નજીક ટ્રકને ઝડપી લેવામાં
આવી હતી.
વનવિભાગે બે શખ્સની ૧૭૦ બોરી કોલસો અને ટ્રક મળી કુલ ૬.૮૨ લાખના મુદ્ામાલ સાથે ધરપકડ કરી હતી.
ભચાઉ વનવિભાગે માહિ‌તી આપતાં કહ્યું હતું કે, ડીએફઓ ભાવિન વ્યાસને બન્નીમાંથી ગેરકાયદે કોલસો ભરી એક ટ્રક મોરબી જવા રવાના થઇ હોવાની બાતમી મળી હતી, જેથી સામખિયાળી પોલીસને સાથે રાખી સામખિયાળી નજીક જ વોચ ગોઠવી હતી, ત્યારે વહેલી સવારે જીજે ૧૨ એક્સ પ૨પ નંબરની ટ્રક શંકાસ્પદ હાલતમાં પસાર થતાં તેને અટકાવી હતી, પરંતુ ચાલકે વાહન ભગાવતાં પોલીસ અને વનવિભાગે પીછબો કર્યો હતો.
અંતે સૂરજબારી પાસે ટ્રક ઝડપાઇ ગઇ હતી.વનવિભાગે ટ્રકમાં સવાર સુલતાન જુસબ મોખા ((નાના વરનોરા)) તથા ક્લીનર મુસ્તાક ઇબ્રાહીમ મમણની કુલ ૬.૮૨ લાખના મુદ્ામાલ સાથે
ધરપકડ કરી હતી.