• Gujarati News
  • ભાવનગર કોંગ્રેસના પ૦ કાર્યકર ભાજપમાં જોડાયાનો દાવો

ભાવનગર કોંગ્રેસના પ૦ કાર્યકર ભાજપમાં જોડાયાનો દાવો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ : ભાવનગર જિલ્લા યુવક કોંગ્રેસના પ્રમુખ સહિ‌ત પ૦ જેટલા કાર્યકર ભાજપમાં જોડાયા હોવાનો દાવો કરાયો છે. ભાવનગર યુવક કોંગ્રેસના પ્રમુખ અને જિલ્લા પંચાયતના સદસ્ય દિગ્વિજયસિંહ ગોહિ‌લ તેમના કાર્યકરો સાથે નખત્રાણા ખાતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા, તેમની સાથે મહિ‌લા મોરચા, એન.એસ.યુ.આઇ., યૂથ કોંગ્રેસના અંદાજે પ૦થી વધારે કાર્યકર જોડાયા હતા, જેમને રાષ્ટ્રીય કિસાન મોરચાના પ્રભારી પુરુષોત્તમભાઇ રૂપાલાએ કેસરિયો ખેસ પહેરાવી આવકાર્યા હતા, તેવો દાવો ભાજપના પ્રવક્તા ઘનશ્યામ ઠક્કરે કર્યો હતો.