• Gujarati News
  • મહિ‌લાની લાજ લેવાનું યુવાનને ભારે પડયું

મહિ‌લાની લાજ લેવાનું યુવાનને ભારે પડયું

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહિ‌લાની લાજ લેવાનું યુવાનને ભારે પડયું
ગાંધીધામ : સપનાનગરમાં રહેતા કલ્યાણી નંદલાલ રાણા સવારે ૧૦ વાગ્યાના અરસામાં કામે જવા નીકળી ગયા હતા, જ્યારે તેના પત્ની ઘરે એકલાં હતાં, ત્યારે જ નજીકમાં દુકાન ધરાવતો હાજી શેખ નામનો શખ્સ મકાનના પાછળના ભાગની દીવાલ ઠેકીને ઘરમાં ઘૂસી આવ્યો હતો, જ્યાં મહિ‌લા સાથે શારીરિક છેડછાડ શરૂ કરી હતી. યુવકે પોત પ્રકાશતાં પરિણીતાએ બૂમાબૂમ કરી મૂકી હતી, જેથી આડોશ-પાડોશમાં રહેતા લોકો દોડી આવ્યા હતા અને બાદમાં હાજીને ઘરની બહાર કાઢી જાહેરમાં ગળદાપાટુનો મેથીપાક ચખાડયો હતો. ત્યાર બાદ પોલીસે પહોંચી યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડયો હતો. પોલીસે મહિ‌લાની ફરિયાદ પરથી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે, તો સામાપક્ષે હાજી શેખે નંદલાલ, તેના ભાઇ નંદન, ચંદુ અને મિત્ર શનિ પાસે પૈસાની માંગણી કરી હતી. જેથી ચારેય શખ્સ ઉશ્કેરાયા હતા. અને બેફામ માર માર્યાની નોંધ કરાવી હતી.