• Gujarati News
  • વિઠ્ઠલ રાદડિયા સામે તપાસ કરવા સીઈઓનો આદેશ

વિઠ્ઠલ રાદડિયા સામે તપાસ કરવા સીઈઓનો આદેશ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ.રાજકોટ
મતદારોને પૈસાનું વિતરણ કરવાના મામલે કુતિયાણાના શહેર કોંગ્રેસ પ્રમુખ અસલમ જે.ખોખરે ચીફ ઇલેક્શન ઓફિસ((સીઇઓ))ને કરેલી ફરિયાદના અનુસંધાને રાજકોટ અને પોરબંદરના ચૂંટણીતંત્રને આ બાબતે તપાસનો આદેશ કરવામાં આવ્યો છે. કુતિયાણાના કોંગ્રેસ પ્રમુખ અસલમ જે. ખોખરે સીઇઓને પોરબંદર બેઠકના ભાજપના ઉમેદવાર વિઠ્ઠલભાઈ રાદડિયા મતદારોને પૈસાનું વિતરણ કરતા હોવાની ફરિયાદ કરી હતી. આ ફરિયાદના અનુસંધાને ચીફ ઇલેક્શન ઓફિસ ગુજરાત દ્વારા રાજકોટ અને પોરબંદરના ચૂંટણીતંત્રને વિઠ્ઠલ રાદડિયા વિરુદ્ધ થયેલી ફરિયાદની તપાસ કરવાનો આદેશ કરાયો છે.