• Gujarati News
  • માંડવીમાં પોલીસ કર્મીના ઘરમાં ૃચ્ ’જ તસ્કરોએ પરોણા કર્યાંહવે તો કાયદાના રક્ષકો પણ સલામત નથી!

માંડવીમાં પોલીસ કર્મીના ઘરમાં ૃચ્/’જ તસ્કરોએ પરોણા કર્યાંહવે તો કાયદાના રક્ષકો પણ સલામત નથી!

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. માંડવી
કચ્છમાં ખાખીનો ખોફ દિન-પ્રતિદિન ઓસરી રહ્યો છે, તેની પ્રતીતિ કરાવતા કિસ્સા સમયાંતરે પ્રકાશમાં આવે છે. પ‌શ્ચિ‌મમાં તો સ્થિતિ એવી ઊભી થઇ છે કે, લોકોના જાનમાલ અને રક્ષાની જવાબદારી જેના શિરે છે તે કાયદાના રક્ષકો પણ હવે સલામત નથી! માંડવીની પોલીસ લાઇનમાં જ ગત રાત્રે કોઇ અજાણ્યા શખ્સો ઘૂસી આવ્યા હતા અને નાની-મોટી વસ્તુઓનો હાથફેરો કરી ગયા હતા. જોકે, કોઇ મોટી માલમતા ન ગઇ હોવાથી પોલીસ કર્મચારીએ ફરિયાદ નોંધાવવાનું ટાળ્યું હતું.
આધારભૂત સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, માંડવી સિટી પોલીસલાઇનમાં રહેતા એક પોલીસ કર્મચારીનું બંધ ઘર નાઇટ પેટ્રોલિંગમાં નીકળેલા તસ્કરોના ધ્યાને ચઢી ગયું હતું. ઘર ધ્યાને આવતાંની સાથે જ વિના વિલંબે નિશાચરો પણ ત્રાટકયા હતા અને ઘરમાં પ્રવેશી અંદર રહેલો કબાટ તોડી નાખ્યો હતો, જ્યાંથી રોકડ તથા પરચૂરણ વસ્તુઓ લઇને પલાયન થઇ ગયા હતા. પોલીસ કર્મચારી ઘરે આવતાં તાળાં તૂટેલાં જોવા મળતાં અચંબામાં પડી ગયા હતા અને અંદર જઇ તપાસ કરતાં તસ્કરી થયાનું માલૂમ પડયું હતું. ઉલ્લેખનીય છે કે, થોડા સમય પૂર્વે પણ પોલીસ લાઇનમાં તસ્કરોએ કસબ અજમાવ્યું હતું, જ્યાંથી રોકડ અને દાગીના ઉઠાવી ગયા હતા. જોકે, આ જાગૃત પોલીસ કર્મી‍એ વિધિવત્ ફરિયાદ પણ નોંધાવી હતી.