• Gujarati News
  • રાજા અને કનિમોઝી સામે ચાર્જશીટ દાખલ કરાઈ

રાજા અને કનિમોઝી સામે ચાર્જશીટ દાખલ કરાઈ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજન્સી. નવી દિલ્હી
એન્ફો‌ર્સમેન્ટ ડિરેક્ટોરેટ ((ઇડી))એ ટુજી કૌભાંડ સાથે સંબંધિત મની લોન્ડરિંગના મામલામાં શુક્રવારે ચાર્જશીટ દાખલ કરી છે. ચાર્જશીટમાં ભૂતપૂર્વ ટેલિકોમ પ્રધાન એ. રાજા અને ડીએમકેના સાંસદ કનિમોઝીને આરોપી બનાવવામાં આવ્યાં છે. દિલ્હીની ખાસ અદાલતમાં દાખલ કરાયેલી ચાર્જશીટમાં ડીએમકેના વડા એમ. કરુણાનિધિનાં પત્ની દયાલુ અમ્માલ, સ્વાન ટેલિકોમના પ્રમોટ‌ર્સ શાહિ‌દ ઉસ્માન બલવા અને વિનોદ ગોયન્કા સહિ‌ત ૧૯ને આરોપી બનાવવામાં આવ્યા છે. જસ્ટિસ ઓ.પી. સેનીની કો‌ર્ટમાં આ કેસની ૩૦મી એપ્રિલે સુનાવણી થશે.
કરુણાનિધિનાં પત્ની દયાલુ અમ્માલનો કલઇનાર ટીવીમાં ૬૦ ટકા હિ‌સ્સો છે. જ્યારે કનિમોઝી અને ચેનલના એમડી શરદકુમાર પાસે ૨૦-૨૦ ટકા હિ‌સ્સો છે. તેમની સામે એવો આરોપ મૂકવામાં આવ્યો છે કે કલઇનાર ટીવીને શાહિ‌દ ઉસ્માન બલવા દ્વારા ૨૦૦ કરોડ રૂપિયાની લાંચ મળી હતી. ઇડીએ આ લાંચના સંદર્ભમાં પૂરતા પુરાવા હોવાનો દાવો કર્યો છે. ૨૦૦૮માં ટુજી સ્પેક્ટ્રમની જેમને ફાળવણી કરવામાં આવી હતી, એવી કંપનીઓમાં સ્વાન ટેલિકોમનો પણ સમાવેશ થાય છે. તે વખતે ડીએમકેના એ. રાજા કેન્દ્રીય ટેલિકોમ પ્રધાન હતા. ઇડી દ્વારા રાજા અને કનિમોઝીની આવક, સંપત્તિઓ અને ખાનગી રોકાણ સાથે સંબંધિત દસ્તાવેજો પહેલાં જ ચકાસી લેવામાં આવ્યા છે.