• Gujarati News
  • બે કોન્ટ્રાક્ટર, એક હોટેલ સંચાલક દંડાયા

બે કોન્ટ્રાક્ટર, એક હોટેલ સંચાલક દંડાયા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બે કોન્ટ્રાક્ટર, એક હોટેલ સંચાલક દંડાયા
ભાસ્કર ન્યૂઝ. ગાંધીધામ
પૂર્વ કચ્છ એસઓજીના ચેકિંગમાં ગાંધીધામમાં બે લેબર કોન્ટ્રાક્ટર તથા ભચાઉમાં એક હોટેલ સંચાલક સામે જાહેરનામાના ભંગ બદલ ગુનો નોંધી અટકાયત કરવામાં આવી હતી.
મીઠીરોહર ગામે આવેલા બાલાજી ટિમ્બરમાં કોન્ટ્રાક્ટ ધરાવતા કુરબાનઅલી અબ્દુલ કરીમ શેખ સાત પરપ્રાંતીયને નોકરીએ રાખ્યા હતા, અજય ટિમ્બરમાં પણ કોન્ટ્રાકટર પ્રતાપ ક્રિષ્ણાકાંતે પણ નોંધ કરાવવાનું ટાળ્યું હતું, જ્યારે ભચાઉ નજીકની ધનરાજ હોટેલના સંચાલક દ્વારા સીસીટીવી કેમેરા ન લગાવાતાં મેનેજર જીયાઉદ્ીન અમીન સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી.