• Gujarati News
  • દાદાના આર્શીવાદથી કચ્છમાં ભૂકંપ આવેલો!

દાદાના આર્શીવાદથી કચ્છમાં ભૂકંપ આવેલો!

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અતિ ઉત્સાહમાં ભાંગરો વાટવા માટે પ્રચલિત થઇ રહેલા રાજ્યકક્ષાના મંત્રી અને અંજારના ધારાસભ્ય વાસણભાઇ આહિ‌રે વધુ એકવાર તેમના ભાષણમાં છબરડો વાળ્યો હતો. કચ્છને પાકિસ્તાનનો ભાગ કહીને વિવાદમાં સપડાયેલા વાસણભાઇ આ વખતે કચ્છમાં ૨૦૦૧માં આવેલા વિનાશક ભૂકંપ પાછળ લાલકૃષ્ણ અડવાણીનો આર્શીવાદ હોવાનું જણાવ્યું હતું. દાદા અડવાણીના આર્શીવાદથી કચ્છમાં ૨૦૦૧નો ભૂકંપ આવ્યો હોવાનું નિવેદન કરતાં જ સભામાં સોપો પડી ગયો હતો.