• Gujarati News
  • એરંડા વાયદામાં તેજીની સર્કિટ : ખાદ્યતેલો સ્થિર

એરંડા વાયદામાં તેજીની સર્કિટ : ખાદ્યતેલો સ્થિર

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ.રાજકોટ
સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં એરંડાની ચિક્કાર આવક વચ્ચે પણ સ્થાનિક એરંડા વાયદામાં તેજીની સર્કિટ લાગી હતી. યુરોપના દેશોની પ૦૦૦ ટનથી વધુની લેવાલી અને ભારતમાં ચોમાસું સામાન્ય રહેવાની સંભાવનાઓ પાછળ વાયદામાં જોરદાર તેજી હતી. આજે ગુજરાતમાં ૯૦,૦૦૦-૯પ,૦૦૦ ગુણી આવક-ભાવ રૂ.૭પપ-૭૬પ તેમજ સૌરાષ્ટ્રમાં ૯પ૦૦ ગુણી આવક-ભાવ રૂ.૭૪૦-૭પ૦ના સ્તરે જોવાયું હતું. રાજકોટ કોમોડિટી એક્સચેન્જ ખાતે એરંડા જૂન વાયદો રૂ.૧૧૭ વધી ૪૧૧૮ના સ્તરે હતો અને ૪૧૩પની ધારણા મુકાતી હતી. હાજર એરંડા રૂ.૩૮૧૨.પ૦ની સપાટીએ જોવા મળ્યું હતું. દિવેલ રૂ.૧૦ વધી રૂ.૮૦પના ભાવે જોવા મળ્યું હતું.
સૌરાષ્ટ્રમાં ખાદ્યતેલની માગ ધીમી પડતાં સિંગતેલ લુઝના ભાવમાં ધીમો ઘટાડો હતો તેમ છતાં બ્રાન્ડવાળાએ ભાવ ટકાવી રાખતા ટીનના ભાવ એકંદરે ટકેલા રહ્યા હતા. સ્થાનિકમાં સિંગતેલમાં ૧૦ ટેન્કર અને કપાસિયા તેલમાં પ૦-૬૦ ટેન્કરના કામકાજ હતા. લુઝ રૂ.૧૦ ઘટી રૂ.૭૦પ-૭૧૦, તેલિયા ટીન રૂ.૧પ ઘટી રૂ.૧૧૦પ-૧૧૦૬, નવા ટીન ૧પ કિલો રૂ.૧૨૮પ-૧૨૯૦ અને અમદાવાદ લેબલ ટીન રૂ.૧૨૭૦-૧૩૧૦ના ભાવે હતું. કપાસિયા વોશ રૂ.પાંચ વધી રૂ.૬૨પ-૬૨૮, કપાસિયા નવા ટીન રૂ.૧૧પ૦-૧૧૯૦ અને પામોલિન રૂ.૯૯પના સ્તરે હતું. રાજકોટ ખાતે રૂ.૬૯૦-૭૨૦ અને જામનગર ખાતે રૂ.૬૭૦-૭૨૦ના ભાવે મગફળીના વેપાર હતા. સિંગદાણાના રૂ.પ૦,૦૦૦-પ૨,૦૦૦ના ભાવે વેપાર હતા. ગુજરાત અને દેશમાં ધીમી આવકની સામે લેવાલી પણ મર્યાદિત રહેતા રૂ અને કપાસના ભાવ એકંદરે સ્થિર રહ્યા હતા.