• Gujarati News
  • વેટવિભાગ સાથે ઠગાઇ કરનારા ૃચ્ ’પિતા પુત્રના આગોતરા રદ્

વેટવિભાગ સાથે ઠગાઇ કરનારા ૃચ્/’પિતા-પુત્રના આગોતરા રદ્

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આરોપીઓએ બોગસ દસ્તાવેજના આધારે સીલ કરેલું ખાતું ખોલાવી ૧૬.૯૬ લાખની રોકડ ઉપાડી લેતાં નોંધાઇ હતી ફરિયાદ
ભાસ્કર ન્યૂઝ. ગાંધીધામ
ગાંધીધામની સોમનાથ ઇન્ટરનેશનલ કંપનીના એકાઉન્ટની વેટવિભાગે આર્થિ‌ક વ્યવહારો શંકાસ્પદ જણાતાં કંપનીની ૧૬.૯૬ લાખની રકમ સાથેનું ખાતું સીઝ કરી દીધું હતું, ત્યારે કંપનીએ બોગસ દસ્તાવેજ તૈયાર કરી બેંક મેનેજરને પહોંચાડી સીઝ કરેલું ખાતું ખોલાવી નાખ્યું હતું અને અંદરથી રોકડ પણ ઉપાડી લીધી હતી, જેને પગલે રાજકોટ સ્થિત વેટવિભાગના અધિકારીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ કેસ કો‌ર્ટમાં ચાલી રહ્યો છે, ત્યારે કંપનીના સંચાલક પિતા-પુત્રે આગોતરા જામીન અરજી કરી હતી, જેને ન્યાયાધીશે નકારી કાઢી હતી.
ગાંધીધામની સોમનાથ ઇન્ટરનેશનલ કંપનીમાં સર્ચ ઓપરેશન માટેનું વોરન્ટ ઇસ્યૂ થતાં વેટવિભાગ દ્વારા તપાસ કરવામાં આવી હતી, જેમાં આર્થિ‌ક વ્યવહારો શંકાસ્પદ જણાઇ આવ્યા હતા, જેથી તાત્કાલિક કંપનીના બેંક ઓફ મહારાષ્ટ્રના એકાઉન્ટને સીઝ કરી દેવામાં આવ્યું હતું. ત્યાર બાદ કંપનીના પ્રોપરાઇટર પિતા-પુત્ર અનૂપ મનુ ચાંદ્રાણા તથા તેના પુત્ર કૃણાલ અનૂપ ચાંદ્રાણાને હિ‌સાબ રજિસ્ટ્રાર રજૂ કરવા સૂચના આપી હતી, પરંતુ પુરાવાઓ રજૂ કર્યા ન હતા, તેવામાં તા.૨૩/૨ સુધીમાં કંપનીના બન્ને કર્મચારીએ અમદાવાદ સ્થિત વેટની વડી કચેરીનો બોગસ લેટર તૈયાર કરી બેંકે મેનેજરને કાર્યવાહી પૂર્ણ થઇ ગઇ હોવાથી ખાતું ખોલી નાખવાનું જણાવ્યું હતું. બાદમાં કંપનીએ બેંક ઓફ મહારાષ્ટ્રમાં પડેલી ૧૬.૯૬ લાખની રકમ ઉપાડી લઇ ખાતું બંધ કરાવી નાખ્યું હતું. આ પ્રકરણમાં વેટ અધિકારી વિજયસિંહ પરમારે ફરિયાદ નોંધાવી હતી, ત્યારે બન્ને પિતા-પુત્રે ત્રીજા અધિક સેશન્સ જજની કો‌ર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી.