• Gujarati News
  • અંતે ઇન્ટર્નીઓની હડતાળ સમેટાઇ

અંતે ઇન્ટર્નીઓની હડતાળ સમેટાઇ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જનરલ હોસ્પિટલમાં ઇન્ટર્નશિપ કરતા ભાવિ તબીબો સામે સંચાલકો ઝૂક્યા
ભાસ્કર ન્યૂઝ. ભુજ
ડોક્ટરના રજિસ્ટ્રેશન માટે જરૂરી પ્રમાણપત્રો આપવા તેમજ સ્ટાઇપેન્ડ વધારાની મુખ્ય માગણી સાથે ભુજની જનરલ હોસ્પિટલમાં ઈન્ટર્નશિપ કરતા તબીબોની તમામ માંગ સામે સંચાલકો ઝૂકી જતાં ત્રણ દિવસ ચાલેલી હડતાળનો અંત આવ્યો હતો અને શુક્રવારે રાબેતા મુજબ તાલીમાર્થીઓ પોતાની ફરજ પર ચડી ગયા હતા.
અદાણી મેડિકલ કોલેજના સંચાલકોએ ઇન્ટર્નીઓને માર્કશીટ સહિ‌તના પ્રમાણપત્રો આપી દીધા બાદ પણ સ્ટાઇપેન્ડના મુદ્દે પણ નમતું જોખી ૨પ૦૦ના બદલે ૩ હજાર આપવા સંમતિ દર્શાવી હતી તેમ છતાં ત્રીજા દિવસે પણ વિરોધ જારી રહેતાં હોસ્ટેલમાં રહેવા માટે કોઇ ભાડું વસૂલવામાં નહીં આવે તેવી પણ જાહેરાત કરી હતી.
અમદાવાદથી ખાસ આવેલા હેલ્થકેરના વડા ડો.સંદીપ દોશીએ જણાવ્યું હતું કે, તમામ માગણીઓ સ્વીકારી લેવાતાં હડતાળનો સુખદ અંત આવ્યો છે. હવે એટેન્ડન્સ માટે બાયોમેટ્રિક્સ પંચને મરજિયાત બનાવાયું છે આ ઉપરાંત તેમણે ઉમેર્યું હતું કે, ઇન્ટર્નીની ઇચ્છા મુજબ અન્ય હોસ્પિટલમાં તાલીમ લેવી હશે તો તેના માટે સંચાલકો દ્વારા નાવાંધા પ્રમાણપત્ર આપવામાં આવશે.