• Gujarati News
  • મુંબઈમાં મોદીનો મેજિક ચાલશે કે નહીં ?

મુંબઈમાં મોદીનો મેજિક ચાલશે કે નહીં ?

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ . મુંબઈ
ગત દસકામાં લોકસભાની ત્રણેય ચૂંટણીમાં એનડીએએ મુંબઈમાં વર્ચસ જમાવી રાખ્યું હતું. જોકે કોંગ્રેસ અને સાથી પક્ષોની યુપીએએ ૨૦૦૪ અને ૨૦૦૯માં ચૂંટણીમાં સરસાઈ મેળવી હતી. ૨૦૦૯ની ચૂંટણીની જેમ ૨૦૧૪ની ચૂંટણીમાં મનસેને લીધે થયેલા મરાઠી મતોના વિભાજનને કારણે ફરીથી કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસની યુતિ મુંબઈમાં કમાલ કરી દેખાડશે કે પછી મોદી લહેરના ફાયદાથી શિવસેના- ભાજપ યુતિ મુંબઈમાં ફરી વર્ચસ જમાવશે એની સૌને ઉત્કંઠા છે.