• Gujarati News
  • પીવી સિંધૂ, કશ્યપ અને ગુરુસાંઇ દત્તનો વિજય

પીવી સિંધૂ, કશ્યપ અને ગુરુસાંઇ દત્તનો વિજય

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજન્સી . નવી દિલ્હી
ભારતીય બેડમિન્ટન ખેલાડી પીવી સિંધૂ, પુરુપલ્લી કશ્યપ અને આરએમવી ગુરુસાંઇ દત્તે કોરિયાના ગિમચિયોનમાં બે લાખ ડોલર ઇનામી રકમ ધરાવતી એશિયન બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં સારી શરૂઆત કરતા પહેલા રાઉન્ડમાં પોતપોતાના મુકાબલા જીતીને બીજા રાઉન્ડમાં પ્રવેશ કરી લીધો હતો. સિંગાપોર ઓપનની સેમિફાઇનલમાં સ્થાન મેળવનારો શ્રીકાંત જોકે મેન્સ સિંગલ્સના પહેલા રાઉન્ડમાં ૩૨ મિનિટમાં જ ચીનના અનુભવી લિન ડૈન સામે ૭-૨૧, ૧૪-૨૧થી પરાજિત થયો હતો. દુનિયાની ૧૦મા નંબરની ખેલાડી સિંધૂને હોંગકોંગની ચ્યુંગ નગાન યી સામે વિમેન્સ સિંગલ્સના પહેલા રાઉન્ડમાં ભારે ટક્કરનો સામનો કરવો પડયો હતો. જોકે સિંધૂએ પોતાના અનુભવના સહારે મેચ જીતી લીધી હતી. તેણે નગાનને ૨૧-૧પ, ૧પ-૨૧, ૨૧-૧૮થી પરાજય આપ્યો હતો. ભારતની સ્ટાર શટલર સિંધૂનો બીજા રાઉન્ડમાં જાપાનની એરિકો હિ‌રોસી સામે મુકાબલો થશે. બંને ખેલાડીઓ વચ્ચે અત્યાર સુધીમાં ત્રણ મુકાબલા થયા છે.