તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • ધ્રાંગધ્રાના વોર્ડ ૧માં રૂ. ૧૦ લાખના ખર્ચે નવા રોડ બનશે

ધ્રાંગધ્રાના વોર્ડ-૧માં રૂ. ૧૦ લાખના ખર્ચે નવા રોડ બનશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. ધ્રાંગધ્રા
ધ્રાંગધ્રા શહેરમાં વોર્ડ નં-૧માં મયૂરનગર, પ્úથ્વીપાર્ક, શિક્ષક સોસાયટી અને સાધના સ્કૂલ પાસે જનભાગીદારી દ્વારા રૂ. ૧૦ લાખનાં ખર્ચે નવા રોડ બનનાર છે ત્યારે શહેરમાં આ રસ્તા બનાવવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
ધ્રાંગધ્રા શહેરનો સૌથી મોટી વોર્ડ અને વિકસીત હળવદ રોડ ઉપર નવી બનેલી સોસાયટીમાં લાંબા સમયથી રસ્તો નથી. આથી સુધરાઇ સભ્ય અશોકસિંહ જાડેજા, કલ્પનાબેન રાવલ અને મનુભાઈ રબારી દ્વારા નગરપાલિકાને રજુઆત કરવામાં આવી હતી. ત્યારે શહેરના મયૂરનગર, પ્úથ્વીપાર્ક, શિક્ષક સોસાયટી અને સાધના સ્કૂલના વિસ્તાર માટે રૂ. ૧૦ લાખની ગ્રાંટ ફાળવણી કરાઇ છે. આથી જનભાગીદારી દ્વારા નવા રસ્તા બનાવવાના કામનો નગરપાલિકા પ્રમુખ દિલીપસિંહ ઝાલા, ઉપપ્રમુખ કિશોરભાઈ ચૌહાણ, કારોબારી ચેરમેન ધીરૂભા પઢીયારની ઉપસ્થિતિમાંં પ્રારંભ થયો હતો.