તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • ૨૦ કલાકમાં મોસમનો વરસાદ ૨૨ ટકા થયો

૨૦ કલાકમાં મોસમનો વરસાદ ૨૨ ટકા થયો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. ગાંધીનગર
મેઘરાજાની ૨૦ કલાકની તોફાની ઇનિંગમાં જિલ્લાભરમાં કાચું સોનું વરસી ગયું છે. એકધારા વરસાદનાં કારણે મોસમના વરસાદની ટકાવારી ૧૩ પરથી ઉંચકાઇને ૩પ ટકા પર આવી જતાં જગતનો તાત રાજી થઇને ખેતરોમાં કામે લાગી ગયો છે. ગુરુવાર સાંજ પછી જિલ્લામાં વરાપ સાથે શુક્રવારે તડકો નીકળતાં વસાહતીઓએ રાહતનો શ્ર્વાસ પણ લીધો છે. જો કે સાંજ ઢળવાની સાથે ફરી રાત્રે વરસાદ પડે તેવા એંધાણ આપતા કાળા વાદળો આકાશમાં ગોરંભાયા હતાં.
રાજ્યનાં ડઝિાસ્ટર કંટ્રોલ રૂમનાં સતાવાર સુત્રોએ સાંજે જણાવ્યા પ્રમાણે આ સાથે જિલ્લાના ચાર તાલુકા પૈકી કલોલમાં સૌથી વધુ ૪૩.પ૦ ટકા, માણસામાં ૪૧.૪૬, ગાંધીનગરમાં ૨૭.પ૮ અને દહેગામમાં ૨૬.૦૯ ટકા પર મોસમનો કુલ વરસાદ થઇ ગયો છે. જિલ્લાનો સરેરાશ વરસાદ આ સાથે ૩પ ટકા થઇ ગયો છે. આ સાથે ગાંધીનગર જિલ્લાના ૧૦૦ હેકટર જેટલા મોટાં બિન પિયત વિસ્તારમાં ખેડૂતો દ્વારા વિવિધ પાકના વાવેતર કરવાની શરૂઆત કરી દેવામાં આવી છે.
વરસાદની સ્થિતિ ઇંચમાં જોવામાં આવે તો સૌથી વધુ માણસા તાલુકામાં ૧૨.૪૪ ઇંચ, કલોલમાં ૧૨.૨૪, દહેગામમાં ૮ અને ગાંધીનગર તાલુકામાં ૭.૬૦ ઇંચ પાણી ચોમાસાની મોસમ દરમિયાન શુક્રવારની સાંજ સુધીમાં વરસી ચૂકયું છે.

ગાંધીનગર-માણસામાં વિરામ ,કલોલ-દહેગામમાં છાંટા
ગાંધીનગર જિલ્લા ડઝિાસ્ટર કન્ટ્રોલ રૂમનાં સુત્રોનાં જણાવ્યા પ્રમાણે જિલ્લામાં ગુરુવારે મોડી સાંજ બાદ શુક્રવારે સાંજ સુધીમાં ખાસ વરસાદ નોંધાયો નથી. ગાંધીનગર અને માણસા તાલુકામાં તો ૨૪ કલાકનો મેઘ વિરામ થઇ ગયો હતો. જ્યારે આ દરમિયાન કલોલ વિસ્તારમાં પ મીલી મીટર અને દહેગામ વિસ્તારમાં ૨ મીલી મીટર જેવો નગણ્ય વરસાદ નોંધાયો હતો.
પાટનગરમાં કુલ વરસાદ ૧૦ ઇંચ
પાટનગરમાં મેઘાની એકધારી રમઝટને કારણે મોસમનો વરસાદ ૧૦ ઇંચ પર પહોંચી ગયો છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન વરસાદનો વિરામ રહેવા સાથે ક્યારેક તડકો પણ નીકળ્યો હતો.પરંતુ ભેજનું ઉંચુ પ્રમાણ જળવાઇ રહેવાથી હજુ વરસાદ ચાલુ રહે તેવા અણસાર છે. કેમ કે, મહત્તમ તાપમાન ૪ ડિગ્રી વધીને ૩૦.૨ ડિગ્રી અને લઘુતમ તાપમાન ૨ ડિગ્રી ઘટીને ૨૩ ડિગ્રી પર રહેવા સાથે વાતાવરણમાં ભેજનું પ્રમાણ સવારે ૯પ ટકા રહ્યું હતું.