• Gujarati News
  • વરસાદનાં પગલે વનવિભાગે વૃક્ષોનુ િટ્રમિંગ કામ શરૂ કયું

વરસાદનાં પગલે વનવિભાગે વૃક્ષોનુ િટ્રમિંગ કામ શરૂ કયું

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. ગાંધીનગર
ગાંધીનગર શહેરમાં વરસાદનાં પગલે માર્ગોની આસપાસ વૃક્ષોની ડાળીઓ તુટી પડવાની ઘટનાઓનાં કારણે માર્ગો બ્લોક થઇ જવાની સમસ્યા સામે આવતાં વન વિભાગ દ્વારા તાત્કાલીક ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં સેકટરોમાં ટ્રક તથા ટ્રેકટરો જેવા વાહનો સાથે નિકળી વૃક્ષોની જોખમી ડાળીઓનું ટ્રીમીંગ કરવામાં આવ્યું હતું.
રાજ્યનાં હરીયાળા પાટનગરની એક દુવિધા એ પણ છે કે ચોમાસાનાં વરસાદી દિવસોમાં વૃક્ષો ધરાશયી થવાની તથા વૃક્ષોની ડાળીઓ તુટી પડવાની સમસ્યા સામે આવવા લાગે છે. જેના કારણે ચોમાસાનાં દિવસોમાં શહેરમાં વિવિધ સ્થળોે પર માર્ગો બ્લોક થઇ જવાની સમસ્યા સામે આવવા લાગે છે. શહેરમાં થોડા દિવસો અગાઉ પડેલા વરસાદનાં પગલે પણ આ સમસ્યા સામે આવી હતી. જેને ધ્યાને લઇ વન વિભાગે માણસોને કામે લગાડ્યાં હતાં. તેમ છતાં ગત બુધવાર તથા ગુરૂવારે પડેલા વરસાદનાં કારણે શહેરનાં સેકટરોનાં આંતરÃક માર્ગો સહિતની જગ્યાઓ પર વૃક્ષોની ડાળીઓ તુટી પડવાની સમસ્યા સામે આવતાં વન વિભાગે સેકટર ૭ સહિતનાં જુદા જુદા સેકટરોમાં માણસોને ટ્રીમીંગની કામગીરીમાં લગાડી દિધા હતાં.