તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • સિવિલના પુરુષ મેડિકલ વોર્ડમાં ઓિકસઝનનું ફ્લોમિટર ફાટયું

સિવિલના પુરુષ મેડિકલ વોર્ડમાં ઓિકસઝનનું ફ્લોમિટર ફાટયું

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. ગાંધીનગર
ગાંધીનગર સિવિલ હોસ્પીટલનાં ત્રિજા માળે આવેલાં પુરુષ મેડીકલ વોર્ડમાં ગુરૂવારની સાંજે ઓકસીજનનાં સીલીન્ડરનું ફ્લોમિટર ફાટતાં દોડધામ મચી ગઇ હતી. આ ઘટના ત્યારે બની હતી જ્યારે એક ગંભીર હાલત ધરાવતાં દર્દીને આઇસીયુ વોર્ડમાં લઇ જવા ડોકટરો તૈયારી કરી રહ્યાં હતા અને આ દર્દીને ઓકસીજનની જરૂર હતી.
ગુરૂવારની સાંજે સિવિલ હોસ્પિટલનાં ત્રિજા માળે આવેલાં પુરૂષ મેડીકલ વોર્ડમાં બનેલાં આ કિસ્સાની પ્રાપ્ત વિગતોનુંસાર પુરૂષ મેડીકલ વોર્ડમાં દાખલ કરવામાં આવેલા એક દર્દીની હાલત ગંભીર બની જતાં સિવિલમાં તબીબોને તાત્કાલીક હાજર થવા હોસ્પિટલમાં કોડ બ્લ્યુ જાહેર કરવામાં આવ્યો હતો. જેનાં પગલે હોસ્પિટલનાં જરૂરી તમામ તબીબો પુરૂષ મેડીલલ વોર્ડમાં દોડી આવ્યા હતા. નિષ્ણાંત તબીબોએ દર્દીની હાલત તપાસતાં તેને હોસ્પિટલમાં ગ્રાઉન્ડ ફલોર પર આવેલા આઇસીયુ વોર્ડમાં લઇ જવાની ફરજ પડી હતી. પરંતુ દર્દીને ઓકસીજનની જરૂર હોવાથી ત્યાં સુધી લઇ જવા ઓકસીજન ફલો આપવાની કવાયત હાથ ધરવામાં આવી હતી. પરંતુ ઓકસીજનનાં સીલીન્ડર પર લગાવવામાં આવેલા ફ્લોમિટરમાં ઓકિસજન ન દેખાતા તેને રીપેર કરવા હાજર ટીમમાંથી કોઇએ ફલોમિટર ખોલી ફરીથી બેસાડી સીલીન્ડરનો વાલ્વ ખોલ્યો હતો. વાલ્વ ખુલતાની સાથે જ ઓકસીજનના દબાળનાં કારણે ફ્લોમીટર જોરદાર ધડાકા સાથે તુટીને દુર ફંગોળાઇ ગયુ હતું. બીજી તરફ અચાનક ધડાકો થતા હાજર તબીબ સ્ટાફ પણ દોડીના બહાર નિકળી ગયો હતો. જો કે આ બનાવમાં કોઇને ઇજાઓ થઇ નહોતી.