તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • ચાલુ સઝિનમાં જીરુંની નિકાસ વધી

ચાલુ સઝિનમાં જીરુંની નિકાસ વધી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિશ્વના અન્ય દેશોમાં જીરુંનું ઓછું ઉત્૫ાદન રહેતા વિશ્વબજારમાં ભારતીય જીરુંની ડિમાન્ડ ખૂબ સારી છે જેના પગલે વર્ષ ૨૦૧૨-૧૩માં જીરુંની નિકાસમાં નોંધનીય ઉછાળો આવ્યો છે. નાણાકીય વર્ષ ૨૦૧૧-૧૨માં જીરુંની નિકાસ ૪૫,૫૦૦ ટન હતી જે વર્ષ ૨૦૧૨-૧૩માં વધીને ૭૯,૯૦૦ ટન થઇ છે. ચીનની ડિમાન્ડ વધુ રહેતા જીરુંની નિકાસ વધી હોવાનું નિકાસકારોનું કહેવું છે.
ચાલુ સઝિનમાં દેશમાં જીરુંનું ઉત્૫ાદન ગત વર્ષની સરખામણીએ વધુ છે. સઝિન દરમિયાન નિકાસ માગ સારી રહી છે. રાજકોટ સ્થિત જીરુંના વેપારીના કહેવા પ્રમાણે આ સઝિનમાં નિકાસ વધી છે કારણકે તુર્કી અને સિરિયાથી થતી નિકાસ ઘટી છે. તુકીgમાં પાક ઓછો હતો અને સિરીયામાં રાજકીય સ્થિતિ ખરાબ રહેતા નિકાસ ઘટી છે જેના કારણે ભારતીય જીરુંની માગમાં ઉછાળો આવ્યો છે. બીજી તરફ ચીનનો પાક ઓછો હોવાથી ચીનની ખરીદી ખૂબ મોટી હોવાથી નિકાસ માગ જળવાઇ રહી હતી. તુgકી, સિરિયાની સરખામણીએ ભારતીય જીરુંના ભાવ ઓછા હોવાથી ચીનની લેવાલી સતત ચાલુ રહી હતી.
સ્પાઇસ બોર્ડ ઇન્ડિયાએ જાહેર કરેલા આંકડા મુજબ વર્ષ ૨૦૧૨-૧૩ નાણાકિય વર્ષમાં જીરુંનું એકસપોર્ટ સૌથી વધારે થયું છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે નિકાસ અંદાજે ૭૬ ટકા વધીને ૭૯,૯૦૦ ટન સુધી પહોંચી છે. ભારત વૈશ્વિક બજારમાં જીરુંની નિકાસમાં ભારત મોખરે છે. યુકે, યુએસએ, ચીન, નેપાળ, બ્રાઝિલ, મલેશિયા અને પાકિસ્તાન ભારતીય જીરુંના મુખ્ય ખરીદદાર દેશો છે. ભારતમાં જીરુંનું વાવેતર ઓકટોબરમાં શરૂ થાય છે અને ફેબ્રુઆરીમાં માલ બજારમાં આવે છે. જીરુંની સઝિન જુલાઇ સુધી ચાલે છે તેમ વેપારીઓનું કહેવું છે. ભારતમાં જીરુંનું સૌથી વધુ ઉત્પાદન ગુજરાતમાં થાય છે.