તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • ભારતીય વન ડે ટીમમાં પ્રથમ વખત સૌરાષ્ટ્રના ત્રણ ખેલાડી

ભારતીય વન-ડે ટીમમાં પ્રથમ વખત સૌરાષ્ટ્રના ત્રણ ખેલાડી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આંતરરાષ્ટ્રીય ક્રિકેટની દ્રષ્ટીએ આજે સૌરાષ્ટ્ર માટે એક વધુ ગાૈરવવંતી પળ આવી પહોંચી હતી. આજે ઝિમ્બાબ્વેના વન-ડે પ્રવાસ માટેની ભારતીય ટીમની જાહેરાત કરાઇ હતી. જેમાં સૌરાષ્ટ્રના ત્રણ ખેલાડીઓને સમાવાયા છે. ભારતીય વન-ડેની ૧૫ ખેલાડીઓની ટીમમાં સૌરાષ્ટ્રના ત્રણ ખેલાડીઓને એક સાથે સમાવાયા હોય તેવી આ પ્રથમ ઘટના છે.ઝિમ્બાબ્વેમાં ૨૪ જુલાઇથી પ્રારંભ થઇ રહેલી આ વન-ડે શ્રેણીમાં ભારત પાંચ વન-ડે રમશે.
તાજેતરમાં ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતને ચેમ્પિયન બનાવવામાં સિંહફાળો આપી ફાઇનલમાં મેન ઓફ ધ મેચનો ખિતાબ અને ટૂનૉમેન્ટમાં ગોલ્ડન બોલ હાંસલ કરીને રવીન્દ્ર જાડેજાએ સૌરાષ્ટ્રના ક્રિકેટને એક નવી ઊંચાઇએ પહોંચાડયું હતું. રવીન્દ્ર છેલ્લા કેટલાક વર્ષોથી ભારતીય વન-ડે ટીમનો સ્થાયી સભ્ય બની ચૂકયો છે ત્યારે હવે સૌરાષ્ટ્રના ચેતેશ્ર્વર પૂજારા અને જયદેવ ઉનડકટને વન-ડે ટીમમાં સમાવવાની આજે જાહેરાત બોર્ડે કરતા સમગ્ર સૌરાષ્ટ્રમાં આનંદની હેલી પ્રસરી ગઇ હતી.ચેતેશ્ર્વરને ઇન્ડિયા એ ટીમના કપ્તાનપદે જાળવી રખાયો
ચેતેશ્ર્વર પૂજારાને આ પહેલા ઇંગ્લેન્ડ સામેની વન-ડે ટીમમાં સમાવાયો હતો. પરંતુ તેને આખરી ઇલેવનમાં સ્થાન મળ્યું ન હતું. ઇંગ્લેન્ડ સામેની આ વન-ડે શ્રેણીનો રાજકોટ ખાતેથી જ પ્રારંભ થયો હતો અને પંજાબ સામે રણજીમાં ત્રપિલ સેન્ચ્યુરી ફટકારીને જોરદાર ફોર્મનો પરિચય આપનાર ચેતેશ્ર્વરને જોકે વન-ડેની આખરી ઇલેવનમાં છેલ્લે સુધી સ્થાન મળ્યું હતું. આ વખતે ઝિમ્બાબ્વે સામે તેને વન-ડેની આખરી ઇલેવનમાં ચાન્સ મળે તેમ મનાય છે. ૧૨ ટેસ્ટ રમી ચૂકેલા ચેતેશ્ર્વરને દક્ષિણ આફ્રિકાના પ્રવાસે જનારી ઇન્ડિયા એ ટીમના ક’ાનપદે પણ જાળવી રખાયો છે. જયા તેની ક’ાનીમાં શિખર ધવન, મુરલી વજિય અને સુરેશ રૈના જેવા સિનિયર ખેલાડીઓ રમશે.જયદેવ ઉનડકટ માટે વન-ડે પદાર્પણની તક
અગાઉ દક્ષિણ આફ્રિકા સામે એક ટેસ્ટ રમી ચૂકેલા સૌરાષ્ટ્રના ફાસ્ટ બોલર જયદેવ ઉનડકટને ઝિમ્બાબ્વે સામે વન-ડે પદાર્પણની તક છે. આ ઉપરાંત ઇન્ડિયા એ ટીમમા પણ સમાવાયો છે. આઇપીએલમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરમાં જંગી ૩ કરોડથી કરાર કરનાર જયદેવ ઉનડકટ માટે પણ આ સોનેરી મોકો છે.ચેતેશ્ર્વરના પિતા અને કોચ અરવિંદ પૂજારાએ વન-ડેમાં ત્રણ ખેલાડીઓને એક સાથે સમાવાતા સૌરાષ્ટ્ર માટે આ ગાૈરવની પળ ગણાવી હતી.વન-ડેમાં પણ ચેતેશ્ર્વર સારો દેખાવ કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. અરવિંદભાઇએ કહ્યું હતું કે‘ચેતેશ્ર્વર વન-ડેમાં પણ સારો દેખાવ કરે તેવો વિશ્વાસ છે. સૌરાષ્ટ્રના ક્રિકેટરો ઉત્કૃષ્ઠ મહેનત કરી રહ્યા છે તે માટે તેમને બિરદાવવા ઘટે. ’ તેમણે રવીન્દ્ર જાડેજાના દેખાવની પણ ભારોભાર પ્રસંશા કરી હતી.કેરિયર ગ્રાફ
રવીન્દ્ર જાડેજા
વન-ડે- ૭૨, રન-૧૧૭૨, વિકેટ-૮૨
ટેસ્ટ- ૫, રન-૯૭, વિકેટ - ૨૭
ચેતેશ્ર્વર પૂજારા
ટેસ્ટ- ૧૩, રન- ૧૧૮૦
જયદેવ ઉનડકટ
ટેસ્ટ-૧, રન-૨, વિકેટ- ૦