તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • બાવળા ધોળકા તા.ના ૧૬ રસ્તાઓનું ૧૪ કરોડના ખર્ચે નવીનીકરણ થશે

બાવળા-ધોળકા તા.ના ૧૬ રસ્તાઓનું ૧૪ કરોડના ખર્ચે નવીનીકરણ થશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ.બાવળા
બાવળા-ધોળકા તાલુકાના જુદા જુદા રોડરસ્તાઓ તૂટી જવા પામ્યા હતા. રોડરસ્તાઓ તૂટી ગયા હોવાથી ગામલોકોને દર્દીઓને દવાખાને લઇ જવામાં, વિદ્યાર્થીઓને ઉચ્ચઅભ્યાસ માટે જવામાં, ખેડૂતોને પોતાનો માલ માર્કેટયાર્ડ સુધી પહોંચાડવામાં તેમજ ગ્રામજનોને શહેરમાં અને એકબીજાં ગામોમાં અવરજવરમાં ભારે મુશ્કેલીઓ પડતી હતી. રોડરસ્તાઓ તૂટી ગયા હોવાથી વાહનચાલકોને ભારે મુશ્કેલીઓ પડતી હતી. સમય વધારે જતો હતો અને વાહનોનો ખર્ચ વધી ગયો હતો. જેથી બાવળા-ધોળકા તાલુકાનાં ગામડાના આગેવાનોએ, કાર્યકર્તાઓએ આ વિસ્તારના ધારાસભ્ય અને રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને રોડરસ્તાઓ તૂટી જવાથી પડતી મુશ્કેલીઓની રજૂઆતો કરવામાં આવી હતી. તેમ અમદાવાદ જિ.પં.ના કારોબારી અધ્યક્ષ કુશળસિંહ પઢેરિયાએ જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું. આ રજૂઆતોને ધ્યાનમાં રાખીને ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ રાજ્યના માર્ગમકાન મંત્રી આનંદીબેન પટેલને રજુઆત કરતાં તેમણે બાવળા-ધોળકા તાલુકાના ૧૬ રોડરસ્તાના સુધારણા અને રિકાપેટિંગ માટે ૧૪ કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવી આપતાં બંને તાલુકાના ભાજપના આગેવાનો, કાર્યકર્તાઓ અને હોદેદારોમાં, ગ્રામજનોમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી છે.

મંજુર થયેલા રસ્તાઓ(લાખમાં)
૧.ધોળકા ખરાંટી-ધોળી રોડ ૧૧૪.૦૦ લાખ ,ર. ધોળકા કોઠ-બગોદરા રોડ ૧૦૫.૦૦,૩. બાવળા કાવિઠા ગામતળામાં ૬૦૦ મીટર સી.સી.રોડ ૬૦.૦૦ લાખ,૪. બાવળા બાવળા-ધોળકા રોડના સ્ટ્રોમવોટર ડ્રેઇનની કામગીરી ૪૫.૦૦ લાખ ૫. ધોળકા ભેટાવાડા એપ્રોચ રોડ ૩૬.૦૦ લાખ,૬. ધોળકા વાલથેરા એપ્રોચ રોડ ૩૦.૦૦,૭. ધોળકાનો વાસણા કેલિયા-ચલોડા રોડ ૨૪૦.૦૦ ૮. ધોળકા ત્રાંસદથી ભેટાવાડા ગામ તરફનો રસ્તો ૭૫.૦૦ લાખ,૯. ધોળકા ધીંગડાથી ભુરખી રોડ ૧૦૫.૦૦ લાખ,૧૦. ધોળકા સીમેજ-ધોળી-ભુંભલી રોડ ૭૬.૫૦ લાખ,૧૧. ધોળકા એપ્રોચ રોડ ૨૨.૫૦,૧૨. ધોળકા કોઠ-મેમર રોડ ૩૬.૦૦ ૧૩. ધોળકા સીમેજ-કાિળયાપુરા રોડ ૮૩.૦૦ લાખ,૧૪. ધોળકા પાલડી-પીસાવાડા રોડ ૧૪૮.૫૦,૧૫. ધોળકા જલાલપુર-સાથળ-સહીજ રોડ ૧૭૪.૦૦લાખ,૧૬. ધોળકા વાૈઠા-વીરપુર રોડ ૧૦૮.૦૦