તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ન્યૂઝ ઇનબોકસ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચિયાડાના ઇંટવાડાના ભઠ્ઠામાં મહિલા શિબિર
બાવળા &બાવળા તાલુકાના ચિયાડાગામનાં ખેતરોમાં આવેલા ઇંટવાડાના ભઢ્ઢીઓમાં રહેતાં મહિલા મજૂરોની મહિલા શિબિર અને આરોગ્ય નિદાન કેમ્પ યોજીને મેલેરિયાના રોગથી બચાવની જાણકારી આપી હતી. આ શિબિર બાવળા બ્લોક હેલ્થ ઓફિસ દ્વારા ઘનશ્યામભાઇ પ્રજાપતિના ઇંટવાડાના ભઠ્ઠા ખાતે રાખવામાં આવી હતી. જેમાં તાલુકા હેલ્થ ઓફિસર ડો.અલ્પેશ ગાંગાણી, બ્લોક આઇઇસી ઓફિસર વજિય પંડિત, મેલેરિયા સુપરવાઇઝર તળશીભાઇ મકવાણા તેમજ ઇંટવાડામાં કામ કરતી મહિલાઓ, મજૂરો હાજર રહ્યા હતા. શિબિરમાં ઉપસ્થિત મહિલાઓ, મજૂરોને મેલેરિયા કયા-કયા કારણોથી થાય છે તેની સમજણ આપી હતી .

બોટાદમાં મુિકતધામ ખાતે ગીતાનો યોગ મુકાયો
બોટાદ&ભાવનગર જીલ્લામાં બોટાદનું સ્મશાનગૃહ (મુિકતધામ) એક શાંતિમય બગીચામાં ફરવા જેવું સુંદર બનાવેલ છે. બોટાદના મુિકતધામ મુકામે સ્વ. નયનાબેન પંડ્યાની સ્મૃતિમાં શ્રી કૃષ્ણ ભગવાનને અર્જુન વચ્ચે થયેલા ગીતાના પંદરમાં અધ્યાયનો પુરુષોત્તમ યોગ (તકતી) મુકવામાં આવેલ છે જેમાં મૃતકોના અગિjદાહ સમયે સ્વજનોની સ્મશાન યાત્રામાં ભાગ લેનારાઓ આ ગુજરાતી શ્લોકો (યોગ) વાંચીને શ્રધ્ધાંજલી અર્પવાથી ગીતાસાર અનુસાર અગણિત ફળ મળે છે.

ગઢડિયા ગામે આરોગ્ય વિષયક જાગૃતિ માટે કાર્યક્રમ
બોટાદ& બોટાદના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભદ્રાવડી હેઠળના ગઢડીયા ગામે ગ્રામજનો, આંગણવાડી તથા આશા વર્કરની હાજરીમાં આરોગ્ય વિષયક સેશન યોજાયું હતું જેમાં ચોમાસામાં થતાં મચ્છરજન્ય અને વરસાદજન્ય રોગો તેના લક્ષ્ણો અને અટકાયતી પગલાઓ વિશે તેમજ આરોગ્ય વિભાગના વિવિધ કાર્યક્રમો જેવા કે કુંટુબ કલ્યાણ, એનઆરએચએમ, આરસીએચ અંગે ડો. નિકુંજ મકવાણાના માર્ગદર્શન હેઠળ જે ડી ચૌહાણ અને પી પી ચૌહાણ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.