તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • ‘સર’ના વિરોધમાં માંડલમાં મહિલાઓનું હલ્લાબોલ

‘સર’ના વિરોધમાં માંડલમાં મહિલાઓનું હલ્લાબોલ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્Ûૂઝ. રામપુરા(ભંકોડા)
‘સર’ના વિરોધમાં માંડલ-દસાડાની મહિલાઓએ માંડલ મામલતદાર કચેરી પર હલ્લાબોલ કર્યા હતા. આદતથી મજબૂર પોલીસ મોડેમોડે મામલતદાર કચેરી પર આવી મામલો શાંત પાડયો હતો.ફ ગુજરાત સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયન એકટ-ર૦૦૯ અંતર્ગત સરના કાળા કાયદામાં બહુચરાજી-માંડલ-દેત્રોજ-રામપુરા અને પાટડી તાલુકાનાં ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ કાયદાના વિરોધમાં ૪૪ ગામોના ખેડૂત સતત વિરોધ કરી રહ્યાં છે. સાથે સાથે ૪૪ ગામોની મહિલાઓ પણ સરના વિરોધમાં રેલીઓ યોજી રહી છે. ખેડૂતો અને મહિલાઓ સરના કાળા કાયદાના વિરોધમાં આંદોલનને વધુ વેગ મળે તેવા પ્રયત્ન કરી રહી છે. ૪૪ ગામોની મહિલાઓ દરેક ગામોમાં જઇ રેલી યોજી સરનો વિરોધ નોંધાવી રહી છે.
શુક્રવારના રોજ મોટી સંખ્યામાં મહિલાઓ માંડલ મામલતદાર કચેરી પર જાન દેંગે જમીન નહીં તેવા નારા આપી આવી હલ્લાબોલ કર્યો હતો. પોલીસને જાણ થતા પોલીસ તાબડતોડ આવી પહોંચી મામલો થાળે પાડયો હતો. વધુમાં આગામી ૭મી જુલાઇના રોજ માંડલના દાલોદ ગામે મહિલા સંમેલન યોજાશે.