તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • આણંદ જિલ્લામાં સવાથી પોણા ૩ ઇંચ જેટલો વરસાદ ખાબકયો

આણંદ જિલ્લામાં સવાથી પોણા ૩ ઇંચ જેટલો વરસાદ ખાબકયો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. આણંદ
આણંદ શહેર સહિત જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેરથી ખેડૂતોમાં આનંદ વ્યાપી જવા પામ્યો છે. જિલ્લામાં સવારથી પોણા ત્રણ ઇંચ વરસાદ નોંધાયો હતો. રાત્રિ દરમિયાન ધીમી ધારે વરસેલા વરસાદે દિવસના વિરામ રાખ્યો હતો. જેથી ખેતરોમાં ખેતી કાર્યનો ધમધમાટ શરૂ થઇ ગયો હતો.
આણંદ જિલ્લામાં શુક્રવારે સવારથી આકાશમાં વાદળો ઘેરાયેલા હતા, દિવસ દરમિયાન છુટાછવાયા છાંટા પડ્યા હતા. દિવસ દરમિયાન વરસાદે વિરામ રાખ્યો હતો. જો કે ગુરુવારની રાત્રિના ધીમી ધારે વરસાદ ચાલુ રહ્યો હતો. જેના પગલે જિલ્લામાં સવા ઇંચથી લઇને પોણા ત્રણ ઇંચ વરસાદ પડ્યો હતો. વરસાદ થતાં મહત્તમ તાપમાનમાં ૭ ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. એક દિવસમાં તાપમાનનો પારો ૩૩ ડિગ્રીથી ગગડીને ર૬ ડિગ્રી નોંધાયો હતો. બુધવારે રાત્રિથી શરૂ થઇને ગુરુવાર રાત્રિ સુધી વરસેલા વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી.બીજા દિવસે સો ટકા ભેજ નોંધાયો
આણંદ જિલ્લામાં બીજા દિવસે પણ વાતાવરણમાં ભેજનું પ્રમાણ સો ટકા નોંધાયું હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર શુક્રવારે મહત્તમ તાપમાન ૨૬ ડિગ્રી, લઘુત્તમ તાપમાન ૨૪.૬ ડિગ્રી, ભેજનું પ્રમાણ સો ટકા, પવનની ગતિ ૫.૭ કિમી પ્રતિ કલાક અને દિશા દક્ષિણ-પશ્ચિમ તથા વરસાદ ૬૪.૬ મિમિ નોંધાયો હતો.