તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • વરસાદમાં તણાયેલાં ૨ જણની લાશ મળી

વરસાદમાં તણાયેલાં ૨ જણની લાશ મળી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ . નડિયાદ
બાલાસિનોર તાલુકાના વડદલા ગામે ભારે વરસાદમાં તણાઈ ગયેલ બે વ્યકિતની લાશ શુક્રવારે સવારે મળી આવી હતી. આ સંદર્ભે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ બાલાસિનોર તાલુકાના વડદલા પંથકમાં ગુરૂવારે પાંચ ઈંચ કરતાં વધારે વરસાદ વરસતાં ગામડાઓના સીમ વિસ્તારમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા. જેના કારણે વડદલા ગામની સીમમાં રહેતા ડાહ્યાભાઈ પ્રભાતભાઈ પરમાર(ઉં.વ.૫૫) તથા લાડુબેન મોતીભાઈ પરમાર(ઉં.વ.૬૦) પાણીમાં તણાઈ ગયાં હતાં. આ બનાવની જાણ થતાં સ્થાનિક વહીવટી તંત્રની જુદી જુદી ટીમે તેઓની શોધખોળ હાથ ધરી હતી. પરંતુ તેઓનો કોઈ જ પત્તો મળ્યો ન હતો. દરમિયાન શુક્રવારે સવારે પાણી ઉતરતાં આ બંને વ્યકિતની લાશો નજીકમાંથી મળી આવી હતી. આ બનાવની જાણ શુક્રવારે સવારે બાલાસિનોર પોલીસને થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે લાશનું ઈન્કવેસ્ટભરી લાશને પોસ્ટમાર્ટમ માટે બાલાસિનોર સરકારી હોસ્પિટલમાં મોકલી આપી હતી. આ સંદર્ભે રમણભાઈ ડાહ્યાભાઈ પરમારે બાલાસિનોર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.