તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • નેશનલ હાઈવે નં. ૫૯ના કારણે ફાગવેલમાં પાણી ફરી વળ્યાં

નેશનલ હાઈવે નં. ૫૯ના કારણે ફાગવેલમાં પાણી ફરી વળ્યાં

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. નડિયાદ
અમદાવાદ - બાલાસિનોર નેશનલ હાઈવે નં.૫૯ પર આવેલ ફાગવેલ ગામમાં ગુરૂવારે ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના કારણે પાણી ભરાઈ ગયા હતા અને આ પાણી ભરાઈ જવાના કારણે આ વિસ્તારના પરાં વિસ્તારો સંર્પક વહિોણા થઈ ગયા હતા. જેથી તાબડતોડ કઠલાલ મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી અને પ્રાંત અધિકારી સ્થળ પર દોડી આવ્યા હતા અને પાણીના નિકાલ માટે નેશનલ હાઈવે નં.૫૯ને તોડી નાંખવામાં આવ્યો હતો અને પાણીનો નિકાલ થતાં ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો. રાત્રે ૧૧.૩૦ કલાકે પાણીનો નિકાલ ધીમે ધીમે થઈ રહ્યો હતો.
આ અંગેની વધુ માહિતી આપતાં ગામના સરપંચ પ્રવિણભાઈ રાઠોડે જણાવ્યુ હતું કે ‘ફાગવેલ ગામમાં ગુરૂવારે પાણી ભરાઈ ગયા હતા. બાલાસિનોર, કપડવંજ અને ઠાસરામાં થયેલા વધારે વરસાદના કારણે પાણીની આવક ખુબ જ વધી ગઈ હતી. સાથે-સાથે જે નેશનલ હાઈવે નં.૫૯ બનાવવામાં આવ્યો છે તે ખુબ જ ઉંચો હોવાના કારણે પાણીનો નિકાલ થઈ શકયો નથી. જેથી ૮૦ જેટલા મકાનોમાં દોઢથી બે ફૂટ જેટલા પાણી થઈ ગયા છે. તેમ જ સુપ્રસિદ્ધ યાત્રાધામ ફાગવેલમાં આવેલ ભાથીજી મંદિર પાસે પણ પાણી ભરાઈ ગયા હતા. આ ઉપરાંત રાયણના મુવાડા, જેઠાબાદના મુવાડા, મનોરજીના મુવાડા અને સીમાકાનાના મુવાડાનો સંર્પક પણ તુટી ગયો હતો. જ્યારે આ બાબતે કઠલાલ મામલતદાર આર.વી.અંગારીનો સંર્પક કરતાં તેઓએ જણાવ્યુ હતું કે ‘અમોને મેસેજ મળતાંની સાથે જ અમો સ્થળ પર પહોંચી ગયા હતા અને ગામમાંથી પાણીનો નિકાલ કરવા માટે નેશનલ હાઈવે નં. ૫૯ને તોડવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. રાત્રે રોડ તોડી નાખવામાં આવ્યો હતો અને પાણીનો નિકાલ કરાયો હતો.’ # માટીના મકાનો તૂટી ગયાં જ્યારે આ સંદર્ભે સરપંચ પ્રવિણભાઈ રાઠોડે જણાવ્યુ હતું કે ‘વરસાદી પાણી ગામમાં પ્રવેશી જતાં માટીના મકાનો ધરાશાયી થઈ ગયા હતા. અંદાજે ૧૨ થી ૧૫ મકાનોને નુકશાન થયું છે. જ્યારે કેટલાય પરિવારોના ઘરમાં મુકેલ ઘરવખરી સંપૂર્ણ ધોવાઈ ગઈ છે.’