• Gujarati News
  • સંગમના ડાઇવઝgન સાથે સંપર્કનું ધોવાણ

સંગમના ડાઇવઝgન સાથે સંપર્કનું ધોવાણ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. કપડવંજ
કપડવંજ પંથકની પ્રજા માટે બીજા રાઉન્ડમાં ખાબકેલા ૬ ઈંચ વરસાદે વાવણીનો રસ્તો મોકળો કરી આપતાં ખેડૂતોમાં હરખની હેલી જોવા મળી છે. તેની સાથે સંગમ નદી પરના ડાઈવઝgનનું ભારે વરસાદ તેમ જ ઉપરવાસના પાણીથી ધોવાણ થતાં પંથકની પ્રજાને જિલ્લા મથક નડિયાદ સહિત અમદાવાદ જેવા સ્થળોએ આવ-જા માટે હાલાકીનો ભાર વેઠવાનો વારો આવ્યો છે. એથી પંથકની પ્રજાને વિતેલાં ૨૪ કલાક દરમિયાન નોકરી સહિત અન્ય કામકાજ અર્થે જવા આવવા માટે વાયા વાયાનો ફોગટ ફેરો કરવામાં સમય અને નાણાંનો વ્યય કરવા પડતાં ભારે રોષની લાગણી ઉઠવા પામી છે.
આ અંગે નગર તેમ જ તાલુકાના જાગૃતજનો પાસેથી વધુમાં પ્રાપ્ત વિગતો મુજબ કપડવંજ શહેર અને ગ્રામ્યની વાહનવ્યવહારની સુવિધામાં વૃિદ્ધ અર્થે સંગમ અને મહોર નદી પર પુલનું કામ ચાલી રહ્યું છે. પરંતુ બે પુલનું કામ જારી છે ત્યારે વાહનવ્યવહાર માટે એકમાત્ર સંગમ નદીમાંથી ડાઈવઝgન આપવામાં આવ્યુ છે. સદર બાબત વરસાદના પ્રથમ બાદ બીજા રાઉન્ડમાં પણ પંથકની પ્રજા માટે મુશ્કેલી સર્જનારી બનવા પામી છે. કારણ કે તાલુકામાં ૬ ઈંચ વરસાદ ખાબકવાની સાથે ઉપરવાસમાંથી પણ ધસમસતા નીરની આવક થતાં સંગમનાં ડાઈવઝgન ધોવાણ થતાં વાહનવ્યવહાર ગુરૂવારથી ઠપ થઈ જવા પામ્યો છે. એથી પંથકની પ્રજાને શુક્રવારે વરસાદના વિરામ વચ્ચે પણ સંગમના પાણી ન ઓસરતા ૨૦થી ૪૦ કિલોમીટરનો ફોગટફેરો કરવાનો વારો આવ્યો હતો. કારણ કે કપડવંજ નગરમાંથી બહાર જવા માટેનાં વૈકિલ્પક માર્ગ તરીકે માત્ર ડાકોર રોડ જ રહેવા પામ્યો છે.
આમ મહત્વનો ટૂંકા અંતરના ગણાતા માર્ગ ઠપ થતા એસટીના મુસાફરો ઉપરાંત કપડવંજ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં રોજબરોજ ખેતપેદાશ વેચવા આવતા ખેડૂતો ઉપરાંત પશુપાલકોને પારાવાર હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. આ ઉપરાંત કપડવંજ નગરમાં દૂધ તેમ જ શાકભાજી જેવી રોજિંદી ચીજવસ્તુઓની લાવવામાં પણ વેપારીઓને પણ મુશ્કેલી વેઠવી પડી હતી.