તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • ડો. તુષાર શાહના મૃત્યુનું કારણ જાણી ન શકાયું

ડો. તુષાર શાહના મૃત્યુનું કારણ જાણી ન શકાયું

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટના ડો. યાજ્ઞિક રોડ પર સ્વામી વિવેકાનંદજીના સ્ટેચ્યુ પાસે ધારિત્રી એપાર્ટમેન્ટમાં રહેતા જાણીતા ડોકટર તુષાર શાહ કોઇ ભેદી વાયરસના ભરડામાં સપડાયા બાદ ગણતરીની કલાકોમાં જ મૃત્યુ થયું હતું. ડો. શાહને કોંગો વાયરસ અથવા ડેન્ગ્યુ હોવાની આશંકાના પગલે તેમના બ્લડ સેમ્પલ પૂના લેબોરેટરીમાં મોકલાયા હતા. રિપોર્ટ નેગેટિવ આવતા ડો. તુષાર શાહના મૃત્યુનું કારણ અકબંધ જ રહ્યું છે.
ડો. શાહને મૃત્યુના બે દિવસ પહેલા ટાઢ સાથે તાવ ચડÛો હતો. મલેરિયાની આશંકાએ તેની ટ્રીટમેન્ટ કરાવવામાં આવી. પરંતુ કોઇ ફરક ન પડતા જલારામ બીજા દિવસે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. ત્યાં દાખલ કરાયા બાદ સારવાર ચાલુ કરાયાના બે જ કલાકમાં તેમનું મૃત્યુ નીપજયું હતું. મલેરિયા ન હોવાનો રિપોર્ટ આવ્યા બાદ ડેન્ગ્યુની આશંકા વ્યક્ત કરાઇ હતી. પરંતુ ડેન્ગ્યુમાં આટલી સિવિયર અસરથી મૃત્યુ થાય એવી શકયતા ઓછી હોય છે. કોંગો હેમરેજિક વાયરસથી જ આવું શકય બને છે. આ પ્રકારનો વાયરસ શરીરમાં પ્રવેશ્યા બાદ મિનિટોની ગણતરીમાં એક પછી એક અંગ ફેઇલ કરવા માંડે છે. હાલ કોંગો હેમરેજિક વાયરસથી જ મૃત્યુ થયાની આશંકાએ મનપાના આરોગ્ય વિભાગે ડો. તુષાર શાહના બ્લડ સેમ્પલ પૂના સ્થિત નેશનલ ઇિન્સ્ટટÛુટ ઓફ વાયરોલોજી લેબોરેટરીમાં મોકલી આપ્યા હતા. તેનો રિપોર્ટ મનપાની આરોગ્યશાખાને મળ્યો છે. રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. કોંગો કે ડેન્ગ્યુ મૃત્યુનું કારણ નથી. એ જોતા ડો. તુષાર શાહના મૃત્યુનું રહસ્ય અકબંધ છે.