તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • વઢવાણ હોસ્પિટલનો વહીવટ ખાડે મૃતકની લાશ કલાકો સુધી રઝળી

વઢવાણ હોસ્પિટલનો વહીવટ ખાડે મૃતકની લાશ કલાકો સુધી રઝળી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. વઢવાણ
વઢવાણ શહેરની કચેરીઓમાં પોપબાઇના રાજના લીધે હજારો લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. ભાવનગર જતી રેલવે ટ્રેનમાં જોરાવરનગરનો ક્ષત્રિય યુવાન આવી જતા મોત થયું હતું.આ યુવાનની લાશને હોસ્પિટલમાં ખસેડવા અને પી.એમ. કરવામાં કલાકો થતા લાશ રઝળી પડી હતી. ત્યારે મોતનો મલાજો જાળવવામાં વઢવાણ હોસ્પિટલ અને નગરપાલિકા તંત્ર સામે લોકોએ રોષ સાથે ફીટકાર વરસાવ્યો હતો.
વઢવાણ શહેરમાં સરકારી હોસ્પિટલ, નગરપાલિકા, મામલતદાર, તાલુકા પંચાયત કચેરીમાં લોલમલોલ અને પોલમપોલનો વહીવટની બૂમરાણો ઉઠી છે. ત્યારે વઢવાણ સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને નગરપાલિકા તંત્રે મોતનો મલાજો જાળવી ન શકવાની ઘટના બહાર આવી છે. આ બનાવની મળતી માહિતી મુજબ જોરાવરનગર ડી.એન.ટી. હાઇસ્કૂલ પાસે રહેતા છત્રસિંહ પરબતસિંહ ઝાલા ભાવનગર જતી ટ્રેન અડફેટે આવી જતા મોત થયુ હતુ. આથી ટ્રેન દ્વારા વઢવાણ રેલવે સ્ટેશન લાશ લવાઇ હતી. ત્યારે વઢવાણ નગરપાલિકામાં એમ્બ્યુલન્સ બોલાવવા ચીફ ઓફિસર સી.બી.રબારીને મોબાઇલ દ્વારા જાણ કરાઇ હતી. આ અંગે ચીફ ઓફિસરે સૂચના આપવા છતાં એક કલાક બાદ એમ્બ્યુલન્સને બદલે કચરાની ગાડી લાશ લેવા મોકલવામાં આવી હતી. આથી ઉપસ્થિત લોકોમાં ભારે રોષની લાગણી ફેલાઇ હતી. ત્યારબાદ મૃતકને પી.એમ. માટે વઢવાણ સામૂહિક આરોગ્ય કેન્દ્ર લઇ જવાયા હતા. પરંતુ સરકારી હોસ્પિટલમાં પોપબાઇનું રાજ હોય તેમ જવાબદાર કર્મચારીઓ ફરજ પર હાજર ન હતા. આથી આ અંગે અધિક્ષક અને ડોકટરોનો સંપર્ક સાધવા અનેક પ્રયાસો કર્યા હતા. મોબાઇલની ૧૫થી ૨૦ િંરગ પૂર્ણ થઇ જવા છતાં તેમણે મોબાઇલ રિસિવ કરવાની તસ્દી સુધ્ધા લીધી ન હતી. દરમિયાન રોષે ભરાયેલા મૃતકના પરિવારજનોએ હંગામો મચાવતા હોતી હૈ ચલતી હૈ કરનાર હોસ્પિટલના તબીબોએ કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં તબીબ આવી ગયા બાદ પણ ચોથાવર્ગના કર્મચારી ન આવતા પી.એમ.ની કાર્યવાહી થઇ શકી ન હતી. કર્મચારી લખતરથી આવતા હોવાના ફરજ પરના કર્મચારીઓએ જવાબ આપ્યા હતા. પરિણામે તંત્રના વાંકે ત્રણ કલાક સુધી લાશ પી.એમ. વગર રઝળી પડી હતી. આ ઘટના અંગે મહીપતસિંહ, વક્રિમભાઇ, મુન્નાભાઇ સહિતના ૧૦૦થી વધુ ભારે લોકોએ રોષ વ્યક્ત કરી તંત્ર સામે ફીટકાર વરસાવ્યો હતો. અને મૃતકની અંતિકક્રિયા પૂર્ણ થઇ ગયા બાદ આ બાબતે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવામાં આવશે અને આ ઘટનામાં જવાબદારો સામે પગલાં લેવા માંગણી કરીશું
આ અંગે વઢવાણ સામૂહિક આરોગ્ય કેન્દ્રના અધિક્ષક ડો. આચાર્યએ જણાવ્યુ કે, હું રાત્રે ડયૂટી પર હતો. આથી સવારે હોસ્પિટલે ન હતો. ફોન રિસિવ નહીં કરવાની ગંભીર બાબતનો ખુલાસો કરતા તેમણે જણાવ્યું કે, દીકરાને લઇને બહાર ગયો હતો અને ફોન ઘરે ભૂલી ગયો હતો. છતાં આ બાબતે તપાસ કરી જવાબદારો સામે પગલાં લેવાશે.ડોકટર કક્ષાના વ્યકિતનો આવો લૂલો જવાબ માનવામાં આવે તેવો નથી.