તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • મનપામાં પાર્ટટાઈમ કર્મચારીને કાયમી કરાવી દેવાની લાલચ આપતો ‘ગિઠયો’ ઝડપાયો

મનપામાં પાર્ટટાઈમ કર્મચારીને કાયમી કરાવી દેવાની લાલચ આપતો ‘ગિઠયો’ ઝડપાયો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ મનપામાં રોજમદાર તરીકે નોકરી કરતા કર્મચારીઓને કાયમી કરાવી દેવાની લાલચ આપી છેતરપિંડીનો પ્રયાસ કરનાર નલીન સોની નામના શખ્સને જન્મ મરણ શાખાના બે કર્મચારીઓએ પૈસા લેવા બોલાવાના બહાને છટકું ગોઠવી સોની શખ્સને ઝડપી લઇ મ્યુનિ. કમિશનર અજય ભાદુ આસી. કમિશનર કોટલવાલ સમક્ષ રજૂ કર્યો હતો. બાદમાં ચિટરને વિજિલન્સ પોલીસને સોંપી દેવાયો હતો. હાલમાં વિજિલન્સ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
મળતી વગિત મુજબ શહેરના ધરમ સિનેમા પાછળ સરકારી કવાર્ટરમાં રહેતા અને રાજકોટ મનપામાં જન્મ મરણ શાખાના કમ્પ્યુટર ડેટા એન્ટ્રી ઓપરેટર તરીકે નોકરી કરતા ૨૩ વર્ષીય રવિભાઇ નાથાભાઇ ઝાપડા નામના યુવાને પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે કાલાવડ રોડ પર આવેલા સદગુરુ પાર્ક મેઇન રોડ ખાતે રહેતા નલીન સોની શખ્સે ૨૮મી જૂન રોજ મળી કહ્યું હતું કે મનપામાં પાર્ટ ટાઇમ નોકરી કરતા જૂના કર્મચારીઓને કાયમી કરવાનું કામ ચાલુ છે. એ માટે ૨૫ થી ૩૦ હજારનો ખર્ચ થશે. ત્યારબાદ ફરિયાદીએ પોતાને અને મિત્ર જિતેન્દ્ર સરવૈયાને કાયમી કરાવી આપવા અંગે ૩૦- ૩૦ હજાર નક્કી કરવામાં આવ્યા હતા .ત્યારબાદ વોર્ડ નં. ૯ના કોર્પોરેટર અનિલ લિંબડા અને ફરિયાદીઓને સોની શખ્સ ચિટર હોવાની શંકા જતા તેને પોલીસમાં પકડાવી દેવાનું છટકું ગોઠવ્યું હતું. સમગ્ર વગિત બહાર આવી હતી. ભાજપના કોર્પોરેટર અને ફરિયાદીઓએ છટકૂ ગોઠવી સોની શખ્સને પૈસા લેવા બોલાવ્યો હતો. પૈસા લેવા આવતા જ ફરિયાદીએ સોની શખ્સને ઝડપી મ્યુનિ. કમિશનર અજય ભાદુ અને આસી. કમિશનર કોટવાલ સમક્ષ રજૂ કર્યો હતો. બન્ને થોડી પૂચ્છા કરી ચિટર શખ્સને પોલીસ હવાલે કરી દેવાતા હાલ પોલીસ વધુ તપાસ કરી રહી છે કે અગાઉ કોઇ સાથે આવી છેંતરપિંડી કરી છે કે નહીં.ચિટર શખ્સે પોતાની ભાજપનો કાર્યકર તરીકેની ઓળખ આપી
મનપામાં કાયમી નોકરી અપાવી દેવાની લાલચ આપી બરોજગારોને ફસાવતા શખ્સે પ્રાથમિક પૂછપરછમાં પોતે ભાજપનો કાર્યકર છે અને વિôલભાઇ રાદડિયાના પી.એ. તરીકે ફરજ બજાવે છે. તેવી ઓળખ આપી હતી અને કિડનીની બીમારીમાં પૈસા ખલાસ થઇ જતાં આ પ્રવૃત્તિ કર્યાનું તેને જણાવ્યું હતું.