તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • વિદ્યાર્થીઓ અને વાલીઓને લુટાતા બચાવવા અભિયાન

વિદ્યાર્થીઓ અને વાલીઓને લુટાતા બચાવવા અભિયાન

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટમાં આવેલી ખાનગી કોલેજો અને સ્કૂલ સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓ પાસેથી મનઘડત રીતે ફી ઉઘરાવીને રીતસરની લૂંટ ચલાવવામાં આવે છે તેના વિરોધમાં યુથ કોંગ્રેસ અને એનએસયુઆઇએ નવતર પ્રયોગ હાથ ધરીને વાલીઓમાં જાગૃતિ આવે તે માટે ત્રિકોણબાગ ખાતે પોસ્ટર લગાવ્યા હતા.
ફી સંદર્ભે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ અને જિલ્લા શિક્ષણાધિકારીને અનેક વખતની રજૂઆત છતાં ખાનગી કોલેજો તેમજ શાળા સંચાલકો કોઇને ગાંઠ્યા વિના પોતાની રીતે ફી ઉઘરાવવાનું ચાલુ રાખ્યું છે ત્યારે યુથ કોંગ્રેસના પ્રમુખ રાજદીપસિંહ જાડેજા, મુકેશ ચાવડા, એનએસયુઆઇના આદિત્યસિંહ ગોહિલ, મયુર વાંક સહિતના હોદ્દેદારોએ વાલીઓ તેમજ વિદ્યાર્થીઓને લુટતા બચાવવા જાગૃતિ અભિયાન શરૂ કર્યું છે.
ત્રિકોણબાગ ખાતે બેનરો લગાવવામાં આવ્યા છે. જેમાં વિદ્યાર્થીઓ અને વાલીઓએ વધુ ફી શા માટે ન આપવી જોઇએ એ અંગેની સમજણ આપતું લખાણ કરવામાં આવ્યું છે.