• Gujarati News
  • કમીજલાની અમદાવાદ ડિસ્ટ્રિક્ટ બેંકમાંથી ૨૭ લાખની ચોરી

કમીજલાની અમદાવાદ ડિસ્ટ્રિક્ટ બેંકમાંથી ૨૭ લાખની ચોરી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ.રામપુરા (ભંકોડા)
વિરમગામ-નળસરોવર માર્ગ પરના કમીજલા ગામની અમદાવાદ ડિસ્ટ્રિક્ટ બેન્ક (એડીસી બેન્ક)માં બુધવારની મોડી રાત્રે તસ્કરો ત્રાટક્યાં હતાં. બેન્કના મુખ્ય દરવાજા (શટર)નું તાળું તોડી પ્રવેશ કરી સીસીટીવી કેમેરા, કમ્પ્યૂટર અને કેશ ભરેલી લોખંડની તજિોરીની ઉઠાવી ગયા હતા. ૨૭ લાખ રોકડા અને અન્ય વસ્તુ સાથે કુલ રૂ. ૨૭,૯૦,૦૦૦ ના મતાની ચોરી થયા અંગેની ફરિયાદ બેન્કના મેનેજર, હિતેશભાઇ રણછોડભાઇ દવે નોંધાવી છે. પંથકમાં પ્રથમ વખત આટલી મોટી રકમની ચોરી થતાં ચકચાર મચી જવા પામી હતી. વિરમગામ ગ્રામ્ય પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ વિરમગામ તાલુકાનાં નળકાંઠા વિસ્તારનાં કમીજલા ગામે અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કો.ઓપ. બેંકની શાખા આવેલી છે. શાખાના મેનેજર સહિત કર્મચારીઓએ બુધવારના રોજ બેંકના કામકાજના સમય અનુસાર સાંજના સમયે બેંક કરી હતી. ગુરુવારને તા.૪થી જુલાઇના રોજ નિત્યક્રમ મુજબ સવારે ૯.૩૦ વાગે બેંકમાં મેનેજર તરીકે ફરજ બજાવતા હિતેશભાઇ રણછોડભાઇ જાદવ રહે.ઓગાણ તા.વિરમગામ ફરજ અર્થે કમીજલા પહોંચ્યા હતા. બેંકમાં પ્રવેશ પૂર્વે મુખ્ય દરવાજા (શટર)ના તાળા તૂટેલા હતા અને શટર પર લગાવેલા હતા નહીં આથી બેંકમાં ચોરી થઇ હોઇ વધુ જાણકારી અર્થે બેંકની હેડઓફિસ (એચ.ઓ.) અમદાવાદ, વિજિલન્સ અધિકારી, પાઠકને મોબાઇલફોન દ્વારા જાણ કરી હતી. વિજિલન્સ અધિકારીના જણાવ્યા બાદ બ્રાન્ચ મેનેજર હિતેશભાઇ જાદવ અને બેંકના નિવૃત્ત પટાવાળા ચમનભાઇ કોળી પટેલ બંને જણા શટર ઊંચું કરી બેંકમાં પ્રવેશ્યા હતા. તપાસ કરતા બેંકમાં ટેબલ પર મૂકવામાં આવેલી લોખંડની તજિોરી તેમજ ફિટ કરેલા ત્રણ સીસીટીવી કેમેરાનું ડી.વી.આર. બોકસ, કમ્પ્યૂટરના પાંચ(પ) સીપીયુ, બે કમ્પ્યૂટર, સ્ક્રીન ટીવી ફૂટેજ અને ડી.વી.આર. અને લેન્સવાળા કેમેરા તસ્કરો ઉઠાવી ગયાનું માલૂમ પડયું હતું. ખેડૂતોને માગણાની વહેંચણી માટે તજિોરીમાં રખાયેલા રૂ.ર૭ લાખ રોકડા અને અન્ય વસ્તુ રૂ.૭૦૦૦૦ ની થાય છે. કુલ રૂ.૨૭૭૦૦૦૦ની ચોરી કરી તસ્કરો નાસી છૂટયાનું જાણવા મળ્યું હતું. બનાવની જાણ થતાં ડો.ગિરીશ પંડયા (નાયબ પોલીસ અધિક્ષક, વિરમગામ), એન.ડી.સોલંકી, સીપીઆઇ જિલ્લા એલસીબી, એસઓજી સહિતની ટીમ કમીજલાગામે પહોંચી હતી. તસ્કરોને ઝડપી પાડવા એફએસએલ, ડોગસ્કવોડ સહિતની મદદ લેવામાં આવી છે. બેંક મેનેજર હિતેશ જાદવે જણાવ્યું હતું કે અમદાવાદ ડિસ્ટ્રિક્ટ બેંકની એચ.ઓ.થી ખેડૂતોને માગણાની વહેંચણી માટે બુધવારના રોજ શાખાના સિકયોરિટી ગાર્ડ અધિકારી સાથે કેશ બેંકમાં જમા કરાવી હતી જે ગુરુવારના રોજ ખેડૂતોને વહેંચણી કરવાની હતી. બુધવારને તા.૩જી જુલાઇના રોજ સાંજના ૬ વાગ્યા પછી રાત્રીના કોઇપણ સમય દરમિયાન ચોરી થઇ હોવાનું જણાવ્યું હતું. એન.ડી.સોલંકી (સીપીઆઇ) તપાસ અધિકારીએ જણાવ્યું હતું કે એક દિવસ અગાઉ આવેલા નાણા અને બેંકથી માહિતગાર હોઇ તેવા જાણભેદુ પણ આ ચોરીમાં હોઇ શકે તો નવાઇ નહી. તપાસ માટે તમામ વિભાગની ટીમ લાગી પડી છે.