તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • સરકાર સાથે ખભેખભો મિલાવી કામ કરતી સંસ્થાઓ અભિનંદનને પાત્ર છે

સરકાર સાથે ખભેખભો મિલાવી કામ કરતી સંસ્થાઓ અભિનંદનને પાત્ર છે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. સાણંદ
રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ સાણંદમાં આવેલા બિળયાદેવના મંદિરે સ્વામી સત્યમિત્રાનંદ ગીરીજી સેવા પ્રકલ્પની સોમવારે મુલાકાત લઇ અહી આવેલા બિળયાદેવના મંદિરે પૂજા કર્યા બાદ સંસ્થાની વિવિધ આરોગ્યને લગતી પ્રવૃત્તિઓનું નિરીક્ષણ કર્યું હતું તેમજ સંસ્થાની આગામી સેવા મશિન વંદેમાતરમ ફોર્સ વિશે જાણી પોતાના ઉદ્બોદનમાં જણાવ્યું હતું કે વંચિતો માટે સરકાર સાથે ખભેખભો મિલાવીને કામ કરતી આવી સંસ્થાઓને હું રાજ્ય સરકારવતી અને અંગત રીતે અભિનંદન પાઠવું છું. કાર્યક્રમને અંતે સંસ્થા દ્વારા શિક્ષણમંત્રીને બિળયામાં બિળયા એવા બિળયાદેવનું મસ્તક તેમજ સાણંદના કર્મપુત્ર અને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના
વિદ્યાર્થીકાળની તસવીર અર્પણ કરી હતી. આ પ્રસંગે સંસ્થાના કાર્યકર્તા જયેશભાઇ કંસારા, અગ્રણી વડીલો લાલભાઇ ગજજર, પી.પી.પટેલ અને વજુભાઇ ડોડિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.