• Gujarati News
  • બોટાદમાં વાડીવાળાના રસ્તા પરનું દબાણ હટાવવા હુકમ

બોટાદમાં વાડીવાળાના રસ્તા પરનું દબાણ હટાવવા હુકમ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. બોટાદ
બોટાદમાં તુલસી સોસાયટીમાંથી રેવન્યુ સર્વે નં. ૬૫૮-૪ ની વાડીવાળાના રસ્તા પર ઇસમો દ્વારા બેલા અને પથ્થરોનું આડાશ કરી બંધ કરવામાં આવ્યો હતો જે બાબતે વાડીવાળાઓએ ભાવનગર કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો જે બાબતે કોર્ટે તે આડાશ અને અડચણને દૂર કરવાનો હુકમ કર્યો હતો.
બોટાદ મુકામે રેવન્યુ સર્વે નં ૬૫૮/૨-૩ની ખેતીની જમીન બિનખેતી થતાં તેમાં તુલસી સોસાયટીના નામે વસાહત ઊભી કરવામાં આવેલ છે. અને આ બિનખેડવાણ જમીનના બિનખેતીના નકશામાં પાછળના રેવન્યુ સર્વે નં. ૬૫૮/૪ ના ખાતેદારો સવજીભાઇ વિôલભાઇ, ગોરધનભાઇ વિôલભાઇ તથા કેશવભાઇ વિôલભાઇનો તેની જમીનમાં જવાનો ૯ મીટરનો રસ્તો આવેલ જે રસ્તાની આડે પ્લોટ નં. ૫૭-૫૮ વાળા ગેલાભાઇ ભોપાભાઇ તથા તેના માણસો સંજયભાઇ હરજીવનભાઇ દ્વારા બેલા અને પથ્થરોની આડશ ગોઠવી આ રસ્તો બંધ કરવામાં આવ્યો હતો જેના કારણે ખાતેદારો તેની જમીનમાં આવ-જા કરી શકે તેવી સ્થિતી નહીં રહેતાં સવજીભાઇ વિôલભાઇ ગોરધનભાઇ વિôલભાઇ અને કેશુભાઇ વિôલભાઇ દ્વારા આ પથ્થરોના બેલાની આડાશ દૂર કરવા કરાવવા ભાવનગરના સિનિયર સિવિલ જજ નાણાવટીની કોર્ટમાં દાવો દાખલ કરવામાં આવ્યો હતો. આ બાબતે વગિતવાર સુનાવણી થતા સિનિયર સિવિલ જજ નાણાવટીએ દિવસ ૭માં આ દબાણ દૂર કરવા આદેશાત્મક હુકમ ફરમાવ્યો છે.