• Gujarati News
  • પીજીવીસીએલના ૩ કર્મચારી સામે પોલીસ ફરિયાદ

પીજીવીસીએલના ૩ કર્મચારી સામે પોલીસ ફરિયાદ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. બોટાદ
પાિળયાદ તાબાના શિરવાણિયા ગામે પીજીવીસીએલના ૩ કર્મચારીઓ વીજ ચેકિંગ દરમિયાન ફરિયાદીને ગાળો આપી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી ગુનો કર્યા બાબતે દલિત પરિણીતાએ પાિળયાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ પાિળયાદ તાબાના શિરવાણીયા ગામે ગત તા. ૨૬ના રોજ પીજીવીસીએલના કર્મચારીઓ વીજ ચેકિંગમાં ગયા હતાં તે દરમિયાન બપોરેે સવિતાબેન મનુભાઇ દલિતને ત્યાં વીજ ચેકિંગ કરવા ગયા હતાં અને ફરિયાદી સવિતાબેને કહ્યું કે ઘરમાં કોઇ પુરુષ નથી અને કહ્યાં વગર ઘરમાં ન અવાય તેમ કહેતા આરોપી પરમારભાઇ, ભરાડભાઇ અને ડી. એમ. પ્રજાપતિ ઉશ્કેરાઇ જતાં સવિતાબેનને ગાળો આપી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી ગુન્હો કર્યા બાબતે સવિતાબેને ઉપરોકત ત્રણેય આરોપીઓ વિરુદ્ધ પાિળયાદ પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટીની પોલીસ ફરિયાદ નોંધાવતા આગળની તપાસ ઇનચાર્જ ડીવાયએસપી ખરાડી ચલાવી રહ્યાં છે.