તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • બરવાળા તા.પં.સભ્યોએ અમદાવાદ કાયૉલય ખાતે આવેદનપત્ર આપ્યું

બરવાળા તા.પં.સભ્યોએ અમદાવાદ કાયૉલય ખાતે આવેદનપત્ર આપ્યું

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. બરવાળા
બરવાળા તા.પં.પ્રમુખના અઢી વર્ષ પૂર્ણ થઇ ગયા હોવા છતાં પ્રમુખપદ ન છોડતા કોંગ્રેસના સભ્યો દ્વારા આ મુદે અમદાવાદ કોંગ્રેસ કાયૉલય ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
બરવાળા તા.પં.માં ૧૧ સભ્યો કોંગ્રેસ પક્ષના અને ૪ સભ્યો ભાજપ પક્ષમાંથી ચૂટાઇ આવ્યા હતા. આ ચૂટણી પૂર્ણ થયા પછી કોંગ્રેસ પક્ષના તમામ સભ્Ûો દ્વારા અઢી વર્ષ માટે રમેશભાઇ કે. શીલુને પ્રમુખપદે બેસાડવામાં આવ્યા હતા. અઢી વર્ષ પૂર્ણ થયાને બે મહિના થયા છતાં આ પ્રમુખે પોતાના હોદા ઉપરથી રાજીનામું ન આપતા તા.પં.ના કોંગ્રેસ પક્ષના સભ્યો એકમત થઇ અમદાવાદ કોંગ્રેસ કાયૉલય ખાતે વિરોધપક્ષ નેતા, પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ, અમદાવાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિતનાને બરવાળા તા.પં. ન્યાય સમિતિ ચેરમેન વાલજીભાઇ સોલંકી દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
જેમાં જણાવ્યું હતું કે બરવાળા તાલુકા કોંગ્રેસના તમામ સભ્યો દ્વારા અઢી વર્ષ માટે રમેશભાઇ શીલુને પ્રમુખ તરીકે બેસાડયા હતા પરંતુ અઢી વર્ષ પૂર્ણ થતાં આ પ્રમુખ પોતાનો હોદો ન છોડતા આ અંગે તા.પં. સભ્યો દ્વારા રૂબરૂ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ મળી આ અંગે રજૂઆત કરવામાં આવી હતી.
પરંતુ પ્રદેશ પ્રમુખ દ્વારા અઢી વર્ષ પૂર્ણ થયાને બે મહિના થઇ જવા છતાં તા.પં.પ્રમુખ હોદા ઉપરથી રાજીનામું ન આપતા આ મુદે તા.પં.બરવાળાના બહુમત કોંગ્રેસ સભ્યો દ્વારા આ પ્રમુખને હોદા ઉપરથી દૂર કરવા આવેદનપત્ર આપવામાં
આવ્યું હતું.